ABVP તાપી જીલ્લા દ્વારા ઉમરા પોલીસના P.I., PSI, અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ VNSGU દ્વારા યુનિવર્સિટિ કેમ્પસમાં નવરાત્રિ ના પવિત્ર તહેવાર નિમિત્તે ગરબા નું આયોજન કર્યું હતું. VNSGU યુનિવર્સિટિ કેમ્પસમાં વિધાર્થીઓ ગરબા રમી રહ્યા હતા અને ત્યાં સુરત ની સીટી પોલીસ ઉમરા પોલીસ મથક ના પોલીસ કર્મચારીઓ VNSGU યુનિવર્સિટિ કેમ્પસ માં પરવાનગી વિના ઘૂસી જઈ માતાજી ના ગરબા રમી રહેલાં વિધાર્થીઓ જોડે ગેરવર્તણૂક કરી તેમજ વિદ્યાર્થીનીઓને પણ છેડતી કરી અને વિધાર્થીઓને માર મારવામાં આવ્યો ઉપરાંત નવરાત્રિ વિશે તેમજ વિદ્યાર્થીની ઓને પણ માં – બહેનોની ની ગાળો આપી. તેમજ દુર્ગા માતાની પ્રતિમાને પણ આવી રીતે અપનામ કરવામાં આવ્યું હતું.
એ સંદર્ભે સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા જેતે જિલ્લામાં વિરોધ નોંધાવી કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. તેમજ 2 દિવસની અંદર સસ્પેન્ડના કરવામાં આવે તો સમગ્ર ગુજરાત ની છાત્ર શક્તિ મોટી સંખ્યામાં સુરત ખાતે ભેગાં થઇ વિરોધ કરવામાં આવશે.
એ સંદર્ભમાં ABVP TAPI જિલ્લા દ્વારા પણ તાપી જિલ્લાના કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપી પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી.
જેમાં ABVP તાપી જીલ્લા સંયોજક વિશાલ પટેલ, સહ સંયોજક નિખિલ વસાવા, મંત્રી આશિષ ગામીત, નંદની સોની, મોહીત સોની, પ્રશાંત સિરસાટ, શીતલ વસાવા, મનીષ ચૌહાણ સહિત ABVP ના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other