આહવા ખાતે યોજાઇ “ક્લીન ઈન્ડિયા મેરેથોન”
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : : તારીખ ૧લી ઓક્ટોબર થી ૩૧ મી ઓક્ટોબર સુધી આયોજિત “ક્લીન ઈન્ડિયા” પ્રોગ્રામ અંતર્ગત આજે આહવા ખાતે “મેરેથોન” આયોજિત કરાઇ હતી.
ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા માહે ઓક્ટોબર ૨૦૨૧ના સમગ્ર માસ દરમિયાન ડે ટુ ડે ના કાર્યક્રમોનું આયોજન કરીને, ક્લીન ઈન્ડિયાનો સંદેશ ગુંજતો કરવામા આવી રહ્યો છે. જે અંતર્ગત તારીખ ૧૧મી ઓકટોબરે આહવા ખાતે વહેલી સવારે યોજાયેલી “મેરેથોન દોડ” ને કાર્યક્રમના નોડલ ઓફિસર એવા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરી સહિતના અધિકારીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ.
આહવાના ગાંધી ઉધાન ખાતેથી નીકળેલી આ મેરેથોન, સનસેટ પોઈન્ટ ખાતે સમાપ્ત થઈ હતી. તે પૂર્વે ગાંધી ઉધાન ખાતે “સ્વચ્છતા સંકલ્પ” ની પ્રતિજ્ઞા પણ લેવામા આવી હતી.
આ અવસરે નહેરુ યુવા કેન્દ્રના સંયોજક શ્રી અનુપ ઇંગોલે, પરિક્ષેત્ર વન અધિકારી શ્રી રાહુલ પટેલ, જિલ્લા રમતગમત કચેરીના પ્રતિનિધિ શ્રી રાહુલ તડવી, વન અને પોલીસ વિભાગોના જવાનો, શાળા/મહાશાળાઓના વિધ્યાર્થીઓ, અધ્યાપકો, ૧૦૮ના કર્મચારીઓ, NYKના સ્વયંસેવકો વિગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમમા ભાગ લીધો હતો.
–