વ્યારાની ઈન્દુ ટેક્નિકલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વન્યપ્રાણીઓ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૧૧ : રાજ્યમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. અ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા ખાતે તાજેતરમાં ઈન્દુ ટેક્નિકલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વન્યપ્રાણીઓ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન સામાજિક વનીકરણ વ્યારા રેન્જ, WCCB ના વોલેન્ટીયર તથા એનીમલ રેસ્કયુ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વન્યપ્રાણીઓમાં ખાસ કરીને દીપડો દેખાય તો શું તકેદારી રાખવી એ અંગે સામાજિક વનીકરણના અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી. WCCBના વોલેન્ટીયર અબરાર મુલતાની દ્વારા સાપ વિશે માહિતી આપતા ગુજરાતમાં જોવા મળતા સાપ અંગે, ઝેરી અને બિન ઝેરી સાપ અંગે તથા લોકોમાં સાપ વિશે અંધશ્રધ્ધા જોવા મળે છે તે અંગે સાચી સમજણ આપવામાં આવી હતી. રેસ્કયુટીમના મેમ્બર અનંત પટેલ દ્વારા સર્પદંશ વખતે લેવાની સારવાર બાબતે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વ્યારા રેન્જ આરએફઓ હર્ષિદા, રાઉન્ડ ફોરેસ્ટર શાંતિલાલ નાયક, ધીરુભાઈ, બાબુભાઈ, નિકુમભાઈબીટ ગાર્ડ લતાબેન , દીપ્તિ બેન, મનોજ ભાઈ, વ્યારાના WCCB વોલેન્ટીયર, રેસ્ક્યુ ટીમના મેમ્બર્સ તથા ઈન્દુ ટેક્નિકલ સ્કૂલના આચાર્ય તથા વિદ્યાર્થીઓ સમાજિક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦