ડાંગ જિલ્લા આરોગ્ય તંત્રનો સંવેદનશીલ અભિગમ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : : રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા SH-RBSK પ્રોગ્રામ અંતર્ગત ૦ થી ૧૮ વર્ષના આંગણવાડીના બાળકો, મદરેસાના બાળકો સરકારી કે ખાનગી સ્કૂલોમા અભ્યાસ કરતા બાળકો, આશ્રમશાળા અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોની RBSK ટીમ દ્વારા તપાસણી કરવામા આવે છે. જેમા ઘણા બાળકોને ઓપરેશનની જરૂર પડતી હોય છે. આવા બાળકોના સંદર્ભ કાર્ડ ઉપર નિદાન તેમજ સારવાર કરાતી હોય છે.

ડાંગ જિલ્લાના નોડલ ઓફિસર (RBSK) એ આપેલી વિગતો અનુસાર તાજેતરમા ડાંગ જિલ્લા RBSK દ્વારા U N મહેતા હોસ્પિટલ-અમદાવાદ ખાતે કુલ ૯ લાભાર્થી બાળકોને નિદાન અને સારવાર માટે લઈ જવાયા હતા. જે પૈકી ૩ બાળકોને હદય રોગની સર્જરી માટે તા.૨૦/૧૦/૨૦૨૧, તેમજ ૧ બાળકને તા.૩૦/૧૧/૨૦૨૧ ના રોજ ઓપરેશન માટેની તારીખ આપવામા આવી છે. જયારે અન્ય પ બાળકોને ફોલોઅપ માટે બોલાવવામા આવ્યા છે, અને ૧ કેન્સરગ્રસ્ત બાળકને હોસ્પીટલમા સારવાર અર્થે દાખલ કરવામા આવેલ છે.

ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીતના જણાવ્યા અનુસાર, જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ગામે ગામ, ઘરે ઘર સુધી આરોગ્ય સેવાઓ બખૂબી રીતે પહોંચાડવા ઉપરાંત, પૂર્ણ સંવેદના સાથે જરૂરિયાતમંદોની સેવા, સુશ્રુષા કરવામા આવી રહી છે. ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતા આરોગ્ય વિભાગના કર્મચારીઓને પુરતો સહયોગ આપીને, ગ્રામજનો જરૂરી સારવાર મેળવી શકે છે.

સાથે કોરોના સામે રક્ષણ આપતી વેક્સીનેસનની ચાલી રહેલી કામીગીરીમા પણ ગ્રામીણજનો પુરતો સહયોગ આપીને, તેમના ગામમા સો ટકા રસિકરણ થાય તે માટે તેઓ સ્વયં જાગૃતિ દાખવે તે જરૂરી છે, તેમ પણ ડો.ગામીતે વધુમા જણાવ્યુ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other