સુરતમાં પ્રથમ વખત UPSC પરીક્ષાના કેન્દ્રો ફાળવવામાં આવ્યા
સુરત : સુરતમાં આજે પ્રથમ વખત UPSCની પરીક્ષા યોજાઇ હતી. પરીક્ષામાં કુલ ૧૬૫૫ જેટલા ઉમેદવારોની શહેરના 7 સેન્ટર ઉપર પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવનાર હતી, જોકે આ પરીક્ષાને લઈને વહેલી સવારથી જ પરીક્ષા સેન્ટરો ઉપર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા 9:30 થી 11:30 કલાકે યોજાયેલ હતી. ત્યારે બીજા તબક્કાની પરીક્ષા 02:30 થી 04:30 કલાકે લેવામાં આવશે. પહેલા તબક્કામાં 200 માર્કનું પેપર તથા બીજા તબક્કામાં પણ 200 માર્કનું પેપર છે. પરીક્ષા સેન્ટર ઉપર વહેલી સવારથી જ ઉમેદવારોની ભીડ જોવા મળી છે. શહેરમાં પ્રથમ વખત UPSCની પરીક્ષામાં ભીલાડ, વલસાડ, વાપી, દમણ નવસારી તથા અન્ય શહેરો તથા જિલ્લાઓમાંથી ઉમેદવારો આવ્યા હતા.
શહેરના 7 સેન્ટર ઉપર પરીક્ષા લેવામાં આવી
સુરત શહેરમાં આજે પહેલી વખત UPSC ની પરીક્ષા યોજાઇ રહી છે. પરીક્ષામાં કુલ 1655 જેટલા ઉમેદવારોની શહેરના 7 સેન્ટર ઉપર પરીક્ષા આપી રહ્યા છે. તેમાં શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલ SVNIT કોલેજમાં, એસ.એસ.ગાંધી કૉલેજ, એસ.એસ.ગર્લ્સ કૉલેજ, એમ ટી.બી.આર્ટસ કૉલેજ, પી.ટી.સાઇન્સ કૉલેજ, કે પી કોમર્સ કૉલેજ, અને પોલિટેકનિક ગર્લ્સ કોલેજ આમ કુલ 7 સેન્ટરો ઉપર આ પરીક્ષાના કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે.
આ પેહલા આ પરીક્ષા ગુજરાતમાં અમદાવાદ ખાતે જ લેવામાં આવતી હતી, પરંતુ હવેથી રાજ્યમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં પણ પરીક્ષા લેવામાં આવશે. તેજ રીતે સુરતમાં પેહલી વખત આજે UPSCની પરીક્ષા લેવામાં આવી રહી છે.