જેસિંગપુરા બસ સ્ટેશન ઉપરથી છેલ્લા ચાર માસથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી તાપી જીલ્લા એલ.સી.બી.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન. એન. ચૌધરી, પોલીસ અધિક્ષકશ્રી જી. તાપીનાઓએ તાપી જીલ્લાના ગુનાઓમાં નાસતા – ફરતા / વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી.એસ. લાડ, એલ.સી.બી. તાપી નાઓનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તાપીની ટીમના અ. હે. કો. લેબજીભાઇ પરબતજી બ. નં ૬૮૦ તથા અ. હે. કો. જગદીશભાઇ જોરારામ બ. નં. ૩૮૮ તથા અ. પો. કો. કશ્યપભાઇ અમરસિંહ બ. નં – ૬૯૭ તથા અ. પો. કો. વિનોદભાઈ પ્રતાપભાઈ બ. નં. ૩૯૧ તથા બે પંચોનાં માણસો સાથે તાપી જીલ્લાના ગુનાઓમાં નાસતા – ફરતા / વોન્ટેડ આરોપીઓને પકડવા સારૂ વ્યારા પો. સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ. હે. કો. લેબજીભાઇ પરબતજીનાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, સોનગઢ પો. સ્ટે થર્ડ ગુ. ર. નંબર – ૨૬૪ /૨૦૧૯ પ્રોહી કલમ – ૬૫ ઇ, ૮૧, ૯૮ (2) મુજબના કામનાં વોન્ટેડ આરોપી નામે પ્રતિકભાઇ છગનભાઇ ઉર્ફે છનાભાઇ ગામીત રહે. વાંકલા નદી ફળીયુ તા. ડોલવણ જી. તાપીનાનો મોજે જેસિંગપુરા બસ સ્ટેશન પાસે ઉભેલ છે. જેણે બ્લ્યુ કલરની ટુંકી બાયની ટી – શર્ટ તથા બ્લ્યુ કલરનો ટ્રેક પેન્ટ પહેરેલ છે. તેવી મળેલ બાતમી હકિકત આઘારે જેસિંગપુરા બસ સ્ટેશન પાસે જઇ આરોપીને ઝડતી લિધેલ અને સદર આરોપીને સોનગઢ પો . સ્ટે થર્ડ ગુ. ર. નંબર ૨૬૪/ર૦૧૯ પ્રોહી કલમ ૬૫ ઇ, ૮૧, ૯૮ (2) મુજબના ગુના સંબંધે પુછતાં તેણે સદર ગુનાની કબુલાત કરેલ હોય જેથી તેને સી. આર. પી. સી. કલમ – ૪૧ (1) ( આઇ ) મુજબ અટક કરવામાં આવેલ છે.
આમ ઉપરોકત ગુનાના કામે શ્રી ડી. એસ. લાડ પોલીસ સબ ઈન્સપેકટર, એલ. સી. બી. તાપી તથા તેમની ટીમને છેલ્લા ચાર માસથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવમાં સફળતા મળેલ છે.