તાપી : સોનગઢ આદર્શ કન્યાશાળામાં દાનની સરવાણી વહી
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૦૯- સોનગઢ તાલુકાની કન્યાશાળામાં તા. ૦૯/૧૦/૨૦૨૧ નાં રોજ ૧ લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું. જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એસ.બી. પરમાર દ્વારા દાતાશ્રી ગં.સ્વ.રંજનબેન વિનોદભાઈ પટેલ, સોનગઢનું પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું હતું. જે દાન એમણે એમના સ્વ.પતિ વિનોદભાઈ વી.પટેલના સ્મરણાર્થે આપ્યું હતું.
આદર્શ કન્યાશાળા, સોનગઢમાં તમામ ભૌતિક સુવિધા આપવા માટે T.P.E.O પરમાર કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.. જેમાં છાત્રાલયની ૬૦ દીકરીઓ માટે ૧ જોડી કપડા માટે T.P.E.O દ્વારા રૂ. ૪૦૦૦/- દાન આપવામાં આવ્યું. જેની પ્રેરણા લઇ સ્ટાફના તમામ શિક્ષક મિત્રો દ્વારા વ્યક્તિગત રૂ. ૧૦૦૦/ આપવાનું નક્કી કર્યું
વળી, આદર્શ કન્યાશાળા, સોનગઢની આગવી પહેલમાં ભગવાન પણ ભાગીદાર બન્યા. જેમાં સૌ પ્રથમ વાર દાતા શ્રી ગં.સ્વ.રંજનબેન વિનોદભાઈ પટેલ તરફથી મળેલ દાનથી શાળા પરિવાર ને ઈશ્વરના દૂતની રૂબરૂ અનુભૂતિ થઇ. આ દાન માટે T.P.E.O પરમાર દ્વારા દાતાનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આદર્શ કન્યાશાળા ના કલ્યાણ માટે કટિબદ્ધ બનેલા તમામ સ્ટાફને T.P.E.O દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા. D.P.E.O.શ્રી ડૉ. દિપકભાઈ દરજી તથા ચેરમેન શ્રી સરીતાબેન દ્વારા પ્રેરક ઉદાહરણ પાડનાર તમામને શુભેચ્છાઓ સાથે અભિનંદન સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આચાર્યશ્રી પ્રદીપભાઈ ચૌધરી, ચીમકુવા,કચેરી ક્લાર્ક શ્રી સતીશભાઈ સહભાગી બન્યા હતા.શાળાના આચાર્યશ્રી સહિત શાળા પરિવારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦૦૦૦