મોટી વેડછી પ્રાથમિક શાળામાં રચનાત્મક પ્રવૃત્તિઓની સ્પર્ધા યોજાઈ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૦૮ઃ વાલોડ તાલુકાની આપણી પ્રાથમિક શાળા મોટી વેડછી ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓની સ્પર્ધાઓ યોજાઈ હતી. શાળાના બાળકોએ આરતી શણગાર,રંગોળી, સંગીત ખુરશી,કેશગુંફન,કેળાકૂદ,વેસ્ટમાંથી બેસ્ટ અને મહેંદી હરિફાઈમાં ભાગ લીધો હતો. બાળકોમાં રહેલી કલા શક્તિઓનો વિકાસ થાય તેમજ બાળકોમાં જિજ્ઞાસા વૃત્તિ કેળવાય એવા શુભ આશયથી પ્રાથમિક શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
બી.આર.સી.અશોકભાઈ ચૌધરી, શાળાના આચાર્ય અર્જુનભાઈ ગામીત,મુખ્ય શિક્ષિકા પારૂલબેન ચૌધરી સહિત શાળા પરિવાર અને બી.એઙકોલેજની તાલીમાર્થી બહેનોએ શાળાના બાળકોને માર્ગદર્શન પુરૂ પાડી સ્પર્ધાઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
સંગીત ખુરશી સ્પર્ધા પ્રથમ તમન્ના,દ્વિતિય શ્રધ્ધા,મહેંદી પ્રથમ વિરાંગી અને દિયા,દ્વિતિય કિનલ,ગૌરી,કેશગુંફન પ્રથમ વિરાંગી,દ્વિતિય કિનલ અને તૃતિય કૃપલ,કેળાકૂદ પ્રથમ આર્યન,દ્વિતિય જીમીત,રંગોળી પ્રથમ ગૌરી-કિનલ,દ્વિતિય ઉદિતા-રૂચી,તૃતિય કૃપલ-વિરાંગી, વેસ્ટમાંથી બેસ્ટ પ્રથમ કૃપલ-વિરાંગી,દ્વિતિય ઉદિતા-પ્રાચી,ચિત્રમાં કલર અને ટીલડી પ્રથમ આયુષી-મૈત્રી,દ્વિતિય પલક-શ્વેતા,તૃતિય આયર્ન-પ્રિયાંસુ,ક્રિસ-જીમીત,લીબુ ચમચી પ્રથમ ક્રિશ, દ્વિતિય રોહિતઆરતી શણગાર,પ્રથમ શ્વેની,દ્વિતિય જીયા,તૃતિયવિરાંગી-યથાર્થ વકતૃત્વ પ્રથમ વિરાંગી અને સુલેખન પ્રથમ વિરાંગી,દ્વિતિય આયુષી અને તૃતિય કૃપલ,ચાંદલા ચોંટાડો પ્રથમ ધ્રુવી,દ્વિતિય ઉદિતા અને તૃતિય આયુષ વિજેતા થયા હતા. તમામ વિદ્યાર્થીઓને આચાર્યશ્રી સહિત શાળા પરિવારે અભિનંદન પઠવ્યા હતા.
૦૦૦૦૦૦