તાપી જિલ્લાના ડોસવાડા ખાતે આવનાર વેદાંતા કમ્પનીનો વિરોધ : લોક જાગૃતિ સાઇકલ યાત્રા નીકળી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નતાપી જિલ્લાના ડોસવાડા ખાતે આવનાર વિનાશક વેદાંતા કંપનીનો સમગ્ર આદિવાસી સમાજ સખત વિરોધ કરી રહ્યા છે. જેને લઈ તાપી જિલ્લાના ગામડાઓમાં 2જી ઓક્ટોબર થી લોક જાગૃતિ સાઇકલ યાત્રા નીકળી છે. જે આજદિન સુધી 82 ગામે પસાર કરી 45થી વધુ મિટિંગો ગામોમાં કરી અને સાઇકલ યાત્રિકોના જણાવ્યા મુજબ ગામોમાં લોકોનો ખૂબ જ વિરોધ જોવા મળે છે.
આ સાઇકલ યાત્રામાં ઓરિસ્સા થી 7 આગેવાનો જોડાયા છે જે લોકોએ ઓરિસ્સામાં વેદાંતા કંપની ને કોઈ રીતે ભગાડી છે અને એમણે જીત મેળવી છે તેના વિશે જાણકારી આપવા માટે આવ્યા છે. અને એમનું કહેવું છે કે અમે જે મુશ્કેલીઓ ભોગવી છે એ સમગ્ર દેશમાં કોઈ પણ ના ભોગવે એના માટે કંપની ની સાચી હકીકત જણાવવા માટે આવ્યા છે. જેમાં લઘો સિકોકા,લિંગ રાજ આઝાદ, દધિ પુસિકા સહિતના 7 આગેવાનો ઓરિસ્સાથી આવ્યા છે