તાપી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન(ગ્રામિણ)ની કામગીરીનું મુલ્યાંકન અને સ્વચ્છતા અંગેના મંતવ્યો “SSG2021” એપલિકેશમાં આપી શકાશે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૦૭: સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૨૧ અંતર્ગત જિલ્લામાં સ્વચ્છતાનું મૂલ્યાંકન કરવા તથા નાગરિકોનો પ્રતિસાદ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક એપલિકેશ- “SSG2021” તૈયાર કરવામાં આવેલ છે. આ એપ દ્વારા નાગરિકો સ્વયં પોતાના વિસ્તારની સ્વચ્છતા અંગેના મંતવ્યો પ્રતિક્રિયા આપી રજુ કરી શકશે.
આ એપને પ્લેસ્ટોરમાં જઇ “SSG2021” સર્ચ કરી ડાઉનલોડ કરવું. એપ ડાઉનલોડ થયા બાદ તેને ઓપન કરી પસંદગીની ભાષા સિલેક્ટ કરવી. જે બાદ પોતાના વિસ્તારનું તટસ્થ મંતવ્ય આપવા માટે રિસ્પોન્ડન્ટ વિકલ્પમાં પોતાનુ નામ, મોબાઈલ નંબર, જાતિ અને ઉંમર લખવી. ત્યાર બાદ રાજ્ય અને જિલ્લાની માહિતી લખવી.
એપને ઓપન કર્યા બાદ નાગરિકોએ પોતાના વિસ્તારમાં સ્વચ્છતા અંગેની સ્થિતિ વિશે પોતાના મંતવ્યો આપવા માટે ઇન્ડિવિજ્યુઅલ હાઉસહોલ્ડ લેટ્રીન્સ (આઈએચએચએલ), ઘન કચરાનું એકત્રિકરણ અને નિકાલ, વેસ્ટ સ્ટેબિલાઈઝેશન પોન્ડ, તમારા વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન દ્વારા આવેલ બદલાવ, ઘન અને પ્રવાહી કચરાના પ્રબંધનની કામગીરીઓના આપવામાં આવેલ સવાલો છે. જેમાં નાગરિકો તટસ્થ રીતે પોતાના વિસ્તારમાં થયેલ સ્વચ્છતા અંગેના બદલાવો અને સુધારાઓ અંગે પોતાની પ્રતિક્રિયા આપવાની રહેશે.
સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામિણ (એસએસજી)નો ઉદ્દેશ્ય મોટા પાયે નાગરિકોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા, જમીની સ્તર પર સ્વચ્છતાની ખાતરી કરવા, સ્વસ્થ પ્રતિસ્પર્ધાની ભાવનાને પ્રોત્સાહિત કરવા અને નાગરિકો પાસેથી પ્રતિસાદ મેળવી તેમજ SLWMના અમલીકરણનુ મૂલ્યાંકન કરવાનું છે. જેથી તાપી જિલ્લા માટે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ (એસબીએમ-જી) ના સ્વચ્છતા અંગેના તટસ્થ મૂલ્યાંકન કરી જિલ્લાની કામગીરી અંગે અભિપ્રાય આપવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સૌ તાપીવાસીઓને પોતાનો અભિપ્રાય આપવા અખબારી યાદીમાં જણાવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦