તાપી જિલ્લામાં સ્વચ્છતા ઝૂંબેશ : ગ્રામજનોને જનભાગીદારી થકી જાહેર સ્થળો, દૂધ ડેરી, સરકારી મકાનોની સાફ-સફાઈ કરી
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૦૭: આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન “સ્વચ્છ ભારત” ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અન્વયે તાપી જિલ્લામાં વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત સ્વચ્છ ભારત મિશન(ગ્રામિણ) દ્વારા ગ્રામ્યકક્ષાએ જનભાગદારી થકી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જેમાં ગ્રામ્યકક્ષાએ તમામ જાહેર સ્થળો જેવા કે સરકારી આવાસોની આસપાસ, ગ્રામ પંચાયત કચેરી તેમજ દૂધ મંડળી જેવા સ્થળોએ સામુહિક સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. ડોલવણ તાલુકાના કરંજખેડ ગામે તથા વાલોડ તાલુકાના ડુમખલ ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન(ગ્રામિણ)ના કર્મચારીઓ અને ગ્રામજનોએ સાથે મળીને દૂધ ડેરીની સાફ-સફાઈ કરીને કચરાનું એકત્રિકરણ કર્યુ હતું, સફાઇ બાદ લોકોને પણ સ્વચ્છતા જાળવવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦