આવતીકાલે રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની પદમડુંગરી ખાતે એકશન પ્લાન મીટીંગ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ૩૫૦૦૦ આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ગયા ફેબ્રુઆરી ૨૦૧૯મા આંદોલન સમયે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સાથે થયેલ સમાધાન મુજબ નિકાલ ના આવતાં ફરી આંદોલનના કાર્યક્રમો ઘડી કાઢવા આવતીકાલે પદમડુંગરી ખાતેની રાજય કક્ષાની મીટીંગમાં ચર્ચા કરી જાહેરાત કરવામા આવશે. આ મિટિંગમાં રાજ્યના ૨૦૦ હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે.
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ૩૫૦૦૦ આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ નહી આવતા આંદોલન માટેની રણનિતી તેમજ એકશન પ્લાન ઘડવા મહાસંઘની ૩૩ X ૩ ની એક એકશન પ્લાન મીટીંગ તા. 24/11/19 ના રોજ બપોરે ૧૨ – ૩૦ કલાકે અંબિકા હોલ ઈકોર્ટુરીઝમ ગામ – પદમડુંગરી તા. ડોલવણ, જિ. તાપી – વ્યારા ખાતે રાખવામાં આવેલ છે . જેમાં પ્રમુખ , મંત્રી , અને અન્ય એક હોદ્દેદાર એમ કુલ ત્રણ હોદ્દેદારો તથા ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘની પગલા સમિતિના ૧૪ સભ્યોને અચુક હાજરી રહેશે એમ એક યાદીમાં જણાવાયું છે. આ મિટિંગની કાર્યસૂચિ નીચે મુજબ છે. ( ૧ ) ગત સભાની કાર્યવાહી વાંચનમાં લઈ બહાલી આપવા બાબત . ( ૨ ) આંદોલન અંગેની રણનિતી બાબતે વિસ્તૃત એકશન પ્લાન જાહેર કરવા બાબત . ( ૩ ) ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના મહામંત્રી અને પ્રમુખશ્રીનું આજની સભાને સંબોઘન બાબત . ( ૪ ) અધ્યક્ષ સ્થાનેથી રજુ થતા કામોના નિકાલ બાબત .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *