ડોલવણનાં પલાસીયા ગામનાં 10 વર્ષિય બાળકનું અપહરણ : માહિતી મળે તો ડોલવણ પોલીસને જાણ કરવી

0
20211005_175829
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ગઈ તા .૦૧ / ૧૦ / ૨૦૨૧ ના રોજ સવારના કલાક ૦૮/૦૦ વાગ્યાના સુમારે મોજે પલાસીયા ગામે ખાખરી ફળીયા માથી  સુરેશભાઇ ગુમાનભાઇ ગામીત ઉવ .૩૩ ધંધો . હીરાઘસવાનો રહેવાસી પલાસીયા ગામ ખાખરી ફલીયુ તા.ડોલવણ જી.તાપીનાઓના ભાઇનો છોકરો જયલેશભાઇ નવીનભાઇ ગામીત ઉ.વ. ૧૦ રહે પલાસીયા ગામ ખાખરી ફળીયુ તા.ડોલવણ જી.તાપી ને કોઇ અગમ્ય કારણસર કોઇ અજાણ્યો ઇસમ અપહરણ કરી લઈ જઈ ગુનો કર્યા છે.

જેનુ વર્ણન ઉ . વ. -૧૦ ઉંચાઇ આશરે -૪ ફુટ રંગે ઘઉં વર્ણનો શરીરે મધ્યમ બાંધો, શરીરે સફેદ કલરનો આખી બાયનો શર્ટ તથા કમરે કાળા કલરનો હાફ પેન્ટ પહેરેલ છે. તે બોલવામાં સહેજ તોતડાય છે . અને તે ગામીત બોલી તથા ગુજરાતી ભાષા બોલે છે. આ ભોગ બનનાર તથા આરોપીની જાણ કે કોઈ માહિતી મળી આવેથી કાયદેસરની કાર્યવાહી કરવા ડોલવણ પો.સ્ટે જાણ કરવા વિનંતી છે. ડોલવણ પો.સ્ટે જી.તાપી વ્યારા ફોન.નં ૦૨૬૨૬ ૨૫૧૨૫૨. પો.સ.ઇ. વી.આર.વસાવા- ૯૭૨૬૬ ૯૮૪૭૩

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *