પ્રાથમિક શાળા હરીપુરમાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ

જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તાપી સંચાલિત પ્રાથમિક શાળા હરીપુર તા. ઉચ્છલ જિ. તાપી ખાતે તારીખ ૦૧-૧૦-૨૦૨૧ ના રોજ બાળ સાંસદની લોકશાહી ઢબે વોટીંગ મશીન એપ્લીકેશન દ્વારા બળ સંસદની ચૂંટણી યોજાઈ જેમાં ધોરણ ૬ થી ૮ નાં તમામ બાળકોએ મોબાઈલ એપ્લીકેશનની મદદથી વોટીંગ કર્યું હતું. જેમાં ચુંટણી અધિકારી તરીકે શાળાના આચાર્યાશ્રી સંગીતાબેન સુરાણી તથા ચુંટણી ફરજ પરના સ્ટાફ તરીકે શાળાના શિક્ષક કેતનભાઈ,જીગ્નેશભાઈ,ભરતભાઈ ,અનિલભાઈ ,શાંતિલાલ અને સ્નેહાબેને જવાબદારી નિભાવી હતી તથા મત ગણતરી શ્રી રાજેશભાઈ ગામીત અને બી.એડ. ના તાલીમાર્થીઓ કરી વિજેતા ઉમેદવાર પ્રીતેશ યોનાભાઈ ગામીતની મહામંત્રી,અનિકેત ગામીતની ઉપમંત્રી પદ માટે વિજેતા થયાની જાહેરાત કરી હતી. અંતે શાળાના આચાર્યે બાળકોની લોકશાહી ઢબે થતી ચુંટણી પ્રક્રિયા અંગે સમજ આપી હતી