LOC પર ભારતીય સેનાએ ઝડપી પાડ્યો ડ્રગ્સનો જંગી જથ્થો
મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની રેડ બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય સેનાએ સરહદ નજીક ઉરી સેક્ટરમાં 25થી 30 કિલો હેરોઈન અને અન્ય ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જેની કિંમત અંદાજે 30થી વધુ હોવાની વાત સામે આવી છે. આ ડ્રગ્સને પોલીસને સોંપી દેવાયું છે.
સંયુક્ત સુરક્ષા દળે સ્પેશ્યલ ઓપરેશન ચલાવીને આ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરક્ષાદળોએ 30 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ડ્રગ્સ શનિવારે મોડી રાત્રે એલઓસીની પાસે ઉત્તરી કાશ્મીરના ઉરી શહેરમાં મળી આવ્યું છે. બારામુલાના એસએસપીએ રવિવારે કહ્યું કે, સુરક્ષા દળોને એલઓસીની પાસે કેટલીક સંદિગ્ધ ચલતી હોવાની જાણકારી મળી હતી ત્યાર બાદ કરવામાં આવેલી કાર્યવાહીમાં તેમને મોટી સંખ્યામાં ડ્રગ્સ મળી આવ્યું હતું.
એસએસપીએ જણાવ્યું કે, ડ્રગ્સ પેડલર દૂરથી ભારતીય સેનાની ગતિવિધિ પર નજર રાખી રહ્યા હતા અને જેવા તેમણે ભારતીય જવાનોને જોયા, તે તાત્કાલિક ડ્રગ્સ ત્યાં જ છોડીને ભાગી ગયા. તેમણે કહ્યું કે. ભારતીય સેનાએ ડ્રગ્સને પોતાના કબજામાં લીધુ અને બાદમાં પોલીસને સોપી દીધુ. આ કેસના આગળ તપાસ ચાલી રહી છે. તો બીજી તરફ સેના વધુ સતર્ક બની છે અને એલઓસી પર વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.