વિકાસ અને વિશ્વાસ : ભારતીય જનતા પાર્ટીની સરકારે વિકાસની હરણફાળ ભરી છે : મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી જન આશીર્વાદ યાત્રાનો ડાંગ જિલ્લાના આહવા ખાતે થી પ્રારંભ

Contact News Publisher

ડાંગ જિલ્લામાં સુપ્રસિદ્ધ અર્ધનારેશ્વર નાગેશ્વર મંદિર બીલમાળ ખાતે દર્શન કરી અનેકરૂપી મહારાજ ના આશીર્વાદ મેળવ્યા.

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :   રાજ્યના કલ્પસર અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીએ ડાંગ જિલ્લા ના મુખ્ય મથક આહવા ખાતેથી આજે જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.જેમાં ડાંગ જિલ્લા માંથી પ્રચંડ જનસમર્થન મળ્યું હતું.
જિલ્લાના નાગરિકોનુ અભિવાદન કરતા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ આહવા અને સામગહાન ખાતે સભાને સંબોતતા જણાવ્યુ હતુ કે, તમામ અદના અને પાયાના કાર્યકરોએ અથાગ પરિશ્રમ દ્વારા જન આશીર્વાદ યાત્રાને સફળ બનાવી છે.
વિકાસની રફતાર સાથે જનસેવા નિર્ધારના ઉદ્દેશ્ય સાથે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત સરકારમાં નેતૃત્વ કરતા તમામ મંત્રીઓ ગુજરાતના વિકાસમાં આયોજનબધ્ધ કામગીરી કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં પાણીની ‘નલ સે જલ’ યોજના માટે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો હતો. જે આજે સાચા અર્થમાં સાકાર થઈ રહ્યો છે.સરકાર દ્વારા સુકા વિસ્તારને પિયત કરી શકે તેવી લીફ્ટ ઇરીગેશન યોજના થકી આદિવાસી વિસ્તારમાં પાણીની યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, સરપંચથી લઈને ધારાસભ્ય સુધી અનેક ચઢાવ-ઉતાર બાદ આપ સૌના સાથ અને સહકારથી આજે આપની સમક્ષ રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેવાનુ ગૌરવ પ્રાપ્ત થયુ છે. જે ધન્યવાદને પાત્ર છે.
કોરોના વાયરસની બીજી લહેર આપણા સૌના માટે ખુબ જ ખરાબ હતી. આવા સમયે સરકારના પ્રોજેક્ટો પણ ધીમા પડ્યા હતા. હવે સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીએ ૧૦૦ દિવસના સંકલ્પથી જે કામ બાકી છે તેને પૂર્ણ કરવાનુ આહવાન કર્યુ છે. ત્યારે આપણે સૌ સાથે મળી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રને નવી ઊંચાઈ પર લઈ જવા સંકલ્પબધ્ધ બનીએ.
જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાંવીતે ઉદબોધન કરતા જણાવ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણા વિસ્તારમાં ચાર જેટલા મંત્રીઓ આપણને મળ્યા છે. ભૂતકાળમાં કોગ્રેંસે વોટ બેન્ક તરીકે આપણા આદિજાતિ વિસ્તારના લોકોનો ઉપયોગ કર્યો છે. જ્યારે ભાજપના શાસનમાં આદિવાસી સમાજને ગૌરવ અપાવ્યુ છે. સમાજની ચિંતા કરી છે. શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ વિગેરે ક્ષેત્રોમાં સરકારે મન મૂકી વિકાસ કર્યો છે. વધુમાં જણાવ્યુ કે, આપણા વડાપ્રધાનશ્રીએ જે યોજનાઓ કરી છે તેમાં દરેક સમાજના લોકોને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે.
જન આશીર્વાદ યાત્રા સહિત મહાનુભાવોનુ પારંપારિક ડાંગી સંસ્ક્રુતિ ને ઉજાગર કરતું ડાંગી નૃત્ય આદિવાસી કહાળ્યા સંગીત સાથે આહવા નગરમાં શોભાયાત્રા કાઢી જન આશીર્વાદ રેલી યોજાઈ હતી.ત્યારબાદ સિવારીમાળ ખાતે અનાથ બળકીઓનીવૈદેહી આશ્રમ ની મુલાકાત લીધી હતી. તેમજ સાકરપાતાળ ખાતે જન સમર્થન રેલી દ્વારા સ્વાગત કર્યું હતું. અંતમાં વઘઇ ખાતે ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની મુલાકાત કરી પ્રસ્થાન કર્યું હતું.
આ પ્રસંગે સંગઠન પ્રભારી સીતાબેન નાયક,પ્રભારી પ્રફુલ્લભાઈ પાનસેરિયા,ધારાસભ્ય વિજયભાઇ સંગઠન પ્રમુખ દશરથભાઇ પવાર,મહામંત્રીઓ કિશોરભાઈ ગાંવીત,હરીરામ સાંવત, બાંધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાંવીત,તાલુકા પંચાયતના પ્રમુખ કમળાબેન રાઉત,વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ સંકુન્તલાબેન પવાર,સદશ્ય અર્જુનભાઈ ગવળી,સરપંચ લલીતાબેન ચાંડેકર,માલેગામ સરપંચ તન્મયબેન ઠાકરે,યુવા મોરચાના પ્રમુખ જીગરભાઈ પટેલ,મહિલા મોરચા મહામંત્રી ઉષાબેન જાધવ, એસ.સી.મોરચાના મહામંત્રી મયુરભાઈ બિરાડે, આઈટી સેલ ના ગીરીશભાઈ મોદી,મીડિયા સેલના કન્વીનર પાંડુભાઈ ચૌધરી,મેરિષભાઈ પવાર,સહિત ઓબીસી પ્રમુખ વિશ્વનાથ મહાલે,નકુલભાઈ જાધવ,રોહિતપટેલ, સીદ્ધાર્થ હિરે ,ઉમેશ મહાલે,સહિતકાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ નું સફળ સંચાલન પૂર્વ મંડળ પ્રમુખ હીરાભાઈ રાઉતે કર્યું હતું.
**************

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other