ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે નગરજનો દ્વારા ૨જી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા મહાત્મા ગાંધી નામથી પણ ઓળખાય છે, તેમનો જન્મ દિવસ દર વર્ષની ૨જી ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.ત્યારે ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ ખાતે ૨ ઓક્ટોબર પરમ પૂજ્ય.મહાત્મા ગાંધી જંયતિના દિવસે વઘઇ નગરજનો દ્વારા ગાંધી મેદાન ખાતે મહાત્મા ગાંધી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાનનું તેમનું જીવન તથા ભારતમાં આઝાદીની ચળવળની આગેવાની સહિતના તેમના અનુભવો અને તેઓએ આપેલા ઉપદેશોનો સાર કહી આગેવાનો એ સંભળાવ્યો હતો. આ ઉજવણી પ્રસંગે ગામના આગેવાન એવા દાદા ભાઇ માણે તાલુકા કોંગ્રેસ સમિતિ પ પ્રમુખ ગમનભાઈ ભોયે સરપંચ મોહનભાઈ ભોયે બબલૂ તબરેજઅહેમદ રમેશભાઈ.