સુરત : ફરિયાદોના ઢગલા ઉપર ડીઈઓ આરુઢ રાજ્યગુરુ સરકારી કાયદાનો ભંગ કરે છે.
- સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સરકારને આધિન છે કે શેતાનીશત્રુ છે સરકારની.
- રાઈટ ટુ સિટીઝન પબ્લિક સર્વિસ એકટનો અમલ કરે સુરત જિલ્લા શિક્ષણાધિકારી.
- આરસીપીએસ એકટ ૨૦૧૩- નાગરિક અધિકાર અધિનિયમ મુજબ ફરીયાદ નિવારણ અધિકારીની નિમણુંક કરવી ફરજિયાત.
- આરસીપીએસ એક્ટ મુજબ ૩૦ દિવસમાં ફરિયાદ નિકાલ કરવો ફરજિયાત.ફરિયાદીની ફરિયાદ નોંધ કરી નોધ નંબર અને પહોંચ આપવી, ફરિયાદ નિવારણ અધિકારીનું નામ જણાવવું ફરજીયાત.
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સૌથી મોટી સંપત્તિ શિક્ષણ, સુખ દુઃખનો સાથી શિક્ષણ, સાચો મિત્ર શિક્ષણ, માનવતા શીખવે શિક્ષણ, ફરજ અને અધિકાર શીખવે શિક્ષણ, શિક્ષણ પાછળ સરકાર અબજો રૂપિયા ખર્ચે, શિક્ષણ વેરો ચૂકવે જનતા પ્રજા નાગરિકો અને આખા ગામની શિક્ષણ વ્યવસ્થા નું ધ્યાન રાખે શિક્ષણાધિકારી, શાળાઓમાં સરકારના કાયદાનું પાલન કરવાનો ઠેકો સત્તા ફરજ સંભાળે શિક્ષણાધિકારી, લાખો રૂપિયાનો પગાર લે છે શિક્ષણાધિકારી.
સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના જાહેર સેવકોને લાખો રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે, વાહન અને પ્રવાસ ભથ્થાં ચૂકવાય છે.
ગુરુજીની ગોદમેં પ્રલય ઔર નિર્માણ પલતા હૈં ! પરંતું સુરત જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરુની ગોદમાં ભ્રષ્ટાચાર, અંધાકાનૂન, કાનુનભંગ પનપતા પલતા હૈં !
શિક્ષણાધિકારીસાહેબ જાતે જ સરકારના કાયદાનું પાલન કરતાં નથી અને કરાવતાં નથી. ગુજરાતના નૈતિક વિકાસનું માપદંડ “”શિક્ષણ””થી નકકી થાય છે. સુરત જીલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં જ સરકારના કાયદાનું પાલન કરવામાં આવતું ના હોય તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ, શિક્ષણમંત્રી જીતેન્દ્રભાઈ બિચારા શું કરે ? કેવી રીતે ભણશે ગુજરાત ? કેવી રીતે વાંચશે ગુજરાત ? કેવી રીતે વિકાસના ગીત ગાશે ગુજરાત ?
સરકાર બિચારી શું કરે ? સરકારે તો કાયદો બનાવ્યો પરંતુ શિક્ષણાધિકારી રાજ્યગુરૂ જ ગાંઠે નહીં તો મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી શું કરે ?
ગુજરાત સરકાર દ્વારા વરસ ૨૦૧૩માં ગુજરાતની જનતા માટે એક નકકર, ક્રાંતિકારી નાગરિક અધિકાર અધિનિયમ રાઈટ ટુ સિટીઝન પબ્લિક સર્વિસ એકટ વિધાનસભામાં પસાર કરી કાયદો બનાવ્યો. ગુજરાતના તમામ જાહેર સેવા સત્તા મંડળ મતલબ સરકારી કચેરીઓમાં આ કાનૂનનો ફરજિયાત અમલ કરવામાં આવ્યો હતો. સરકારે અને સામાન્ય વહીવટ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા સેવા સત્તા મંડળોને સુચના આપવામાં આવી હતી.
ગુજરાતની જનતા માટે, જનતાના કામો માટે, સરકારી જાહેર સેવકો અઘિકારીઓ માટે વિશેષ આચારસંહિતા જાહેર કરવામાં આવી હતી. સરકારી તમામ કર્મચારીઓ માટેના કામ અને કામ પરિપૂર્ણ કરવાની સ્પષ્ટ જોગવાઈઓ જાહેર કરી પારદર્શી વહીવટ જવાબદેહીતા નકકી કરવામાં આવી હતી.
તમામ જાહેર સેવા સત્તા મંડળમાં ફરિયાદ નિવારણ અધિકારીની નિમણુંક કરવા આદેશ કરવામા આવ્યાં હતાં, જો ફરિયાદ નિવારણ અધિકારી એમની ફરજ ના પરિપૂર્ણ કરે તો એમની સામે મુકરર સત્તાધિકારી નક્કી કરવામાં આવ્યા હતા અને જો આ બન્ને સેવકો આરસીપીએસ એક્ટ મુજબની કામગીરી ના કરે તો એમની સામે આપોઆપ અપિલ અધિકારી દ્વારા વધુમાં વધુ ૧૦૦૦૦ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે.
ગુજરાતના તમામ નાગરિકો એમની ફરિયાદ નોંધાવી ફરિયાદ નિવારણ અધિકારી પાસેથી ફરિયાદ નંબર અને પહોંચ મેળવવાને હકદાર છે. જુદી જુદી ફરિયાદના નિકાલની ચોક્કસ સમયમર્યાદા નકકી કરવામાં આવી છે. ફરિયાદ નિવારણ અધિકારીએ વધુમાં વધુ ૩૦ દિવસમાં ફરિયાદનો નિકાલ કરવાનો હોય છે.
આરટીઆઇ કાર્યકર્તા, શિક્ષક અગ્રણી દિપક પટેલ દ્વારા સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં તારીખ ૦૨/૦૯/૨૦૨૧ના રોજ મગદલ્લા ગામ નજીક આવેલ, ગ્રાન્ડ ભગવતી હોટલ પાછળ આવેલ વિબગ્યોર કિડસ્ પૂર્વ પ્રાથમિક શાળા, શાળા સંચાલકો દ્વારા મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ કાનુન ૨૦૦૯ અને ફી રેગ્યુંલેશન એકટ ૨૦૧૭નો ભંગ કરવામાં આવે છે એની ન્યાયી તપાસ હાથ ધરવામાં આવે એવી ફરિયાદ કરી હતી. ફરીયાદ પત્ર સાથે તપાસ રિપોર્ટ, એફ આર સી સુરતના અઘ્યક્ષનો પત્ર રજુ કરવામાં આવ્યો હતો.
જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ફરિયાદી દિપક પટેલને ફરિયાદનો નંબર, ફરિયાદ સ્વીકૃતિ પહોંચની જાણકારી આપી નથી. જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ફરિયાદ નિવારણ અધિકારી, મુકરર સત્તાધિકારી અને અપિલ અધિકારીના નામની, સરનામાની જાણકારી પણ આપી નથી.
વાચક મિત્રો આ અહેવાલ આપ વાંચી રહ્યાં છો ત્યારે દિપક પટેલ શિક્ષકની ફરિયાદ નોંધાવી હતી. એક મહિનાનો સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે.
મેટાસ સ્કુલ પ્રકરણમાં ગુજરાત સરકારને કરોડોનો ચૂનો ચોપડવામાં આવ્યો છે, જો શિક્ષણાધિકારી કચેરી સુરતના ફરિયાદ નિવારણ અધિકારી દ્વારા ન્યાયી તપાસ હાથ ધરવામાં આવે કાનૂનન ફરિયાદ નિવારણ કરવામાં આવે તો સરકારના કાયદાથી સરકારને લાભ થાય એમ છે.
શિક્ષણને લગતા કાયદાઓનું પાલન કરવા અને કરાવવા જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં સત્તાધીકારીઓ છે ફરિયાદી દિપક પટેલ દ્વારા એમની ફરિયાદ સાચી છે એવો દાવો કર્યો નથી પરંતુ ન્યાયી, નિષ્પક્ષ તપાસ પણ માગી છે. સાથે સાથે જો ફરિયાદનો ન્યાયી નિકાલ નહીં કરવામાં આવે તો કાયદાના અનાદર કરવા સબબ ફરિયાદ નિવારણ અધિકારી સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે એવી વિનંતી સહ ટકોર કરી ચેતવણી આપી છે.
દિપક પટેલ દ્વારા આ ફરિયાદ બાબતે જીલ્લા કલેક્ટર કચેરી સુરતને, એફઆરસી સુરત ઝોન કચેરીને, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરતને એમની કક્ષાએ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી વિનંતી સહ ફરિયાદ કરી છે.
સુરત શહેરમાં આવેલી પૂર્વ પ્રાથમિક શાળા હોય કે પ્રાથમિક શાળા આ શાળાઓની ફી નક્કી કરવાની સમિતિના સભ્ય અને જીલ્લા કોઓરડીનેટર તરીકે એચ. એચ.રાજ્યગુરુ ફરજ નિયુક્ત છે ત્યારે ગુજરાત સરકારના કાયદાનું પાલન કરવાની વિશેષ જવાબદારી માંથી શિક્ષણાધિકારી છટકી શકે નહીં.