વેદાંતા ભગાઓ માનવ બચાઓના સુત્રોચાર સાથે ૦૨ ઓક્ટોબર થી ૧૦ ઓકટોબર સુધી લોક જાગૃતિ સાયકલ યાત્રા ડોસવાડા GIDC ખાતેથી પ્રારંભ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : વેદાંતા ભગાઓ માનવ બચાઓના સુત્રોચાર સાથે ૦૨ ઓક્ટોબર થી ૧૦ ઓકટોબર સુધી લોક જાગૃતિ સાયકલ યાત્રા ડોસવાડા GIDC ખાતેથી પ્રારંભ.
આજરોજ સોનગઢ, વ્યારા તાલુકાના અને મહારાષ્ટ્રના 95 ગામોમાં ૦૨ ઓક્ટોબર ગાંધી જયંતિથી ૧૦ ઓકટોબર -૨૦૨૧ સુધી લોક જાગૃતિ સાયકલ યાત્રા ડોસવાડા GIDC ખાતેથી પ્રારંભ. જેમાં ૭૦જેટલાં ભાઈઓ અને બહેનો જુદા જુદા ગામોથી જોડાયેલ છે. લોક જાગૃતિ સાયકલ યાત્રામાં ડોસવાડા ખાતે વેદાંતા ગ્રુપનું હિન્દુસ્તાન ઝિંક લિમીટેડ કારખાનાથી પ્રકૃતિ તેમજ માનવ જીવન પર થનાર અસરો અંગે જાગૃતિ માટે સાઇકલ યાત્રા યોજવામાં આવેલ છે.
ગ્રામસ્વરાજની ભાવના સાથે શરૂ થયેલ આ સાઈકલ યાત્રાનું સમાપન તા. ૧૦ ઓકટોબર ૨૦૨૧ ના દિવસે મોજે ડોસવાડા ગોડાઉન (કિકાકૂઈ બસ સ્ટેશનની સામે) ખાતે થશે. જ્યાં આપણાં દેશનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગત્યનું યોગદાન આપનાર તેમજ આઝાદી પછી દેશની વ્યવસ્થા પરિવર્તન માટે “સંપૂર્ણ ક્રાંતિ આંદોલનના” પ્રણેતા એવા જયપ્રકાશ નારાયણની તા. ૧૧ ઓકટોબરની જન્મ જયંતિની તા. ૧૦મી ઓકટોબરનાં દિવસે બપોરે ૧:૦૦ કલાકે ઉજવણી કરીને સંપૂર્ણાં ક્રાંતિ વિધાલય દ્વારા આયોજીત જયપ્રકાશ વ્યાખ્યાનમાળાના ૨૯ માં મણકા દ્વારા કરવામાં આવશે.
આ લોક જાગૃતિ સાઈકલ યાત્રા તા. ૨ ઓકટોબર ૨૦૨૧ થી શરૂ કરી ને તા.૧૦ ઓકટોબર ૨૦૨૧ સુધીમાં મે. હિન્દુસ્તાન ઝિંક લિમીટેડથી સંભવિત અસરગ્રસ્ત ૯૫ ગામોમાં યાત્રા કરીને સૌની સાથે સંવાદ કરવાનો વિનય પ્રયાસ કરવામાં આવનાર છે. જેમાં નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ઓરિસ્સાના નિયમગિરી પહાડ અંગેના સમતા જજમેન્ટ સાથે જોડાયેલા આંદોલનનાં પ્રતિનીધીઓ આપણને માર્ગદર્શન આપવા માટે સહભાગી થનાર છે.