કલેક્ટરશ્રી તાપી, પ્રાંત અધિકારીશ્રી વ્યારા અને વ્યારા નગરપાલિકાના પ્રમુખશ્રીના વરદ હસ્તે લીલી ઝંડી આપી “નશાબંધી પ્રચાર પ્રસાર કાર્યક્ર્મ’’ અને “વન્ય જીવ સંરક્ષણ જાગૃતિ રથ’’ નું પ્રસ્થાન કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૨મી જન્મ જયંતી નિમિત્તે તા. ૦૨-૧૦-૨૦૨૧ થી તા. ૦૮-૧૦-૨૦૨૧ દરમિયાન “ગીર’’ ફાઉન્ડેશન-ગાંધીનગર, જિલ્લા નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી, વ્યારા, જી. તાપી અને ગુરુકૃપા સેવામાય ટ્રસ્ટ, વ્યારા, જી. તાપીનાં સહયોગથી “નશાબંધી પ્રચાર પ્રસાર કાર્યક્ર્મ’’ અને “વન્ય જીવ સંરક્ષણ જાગૃતિ રથ’’ નું પ્રસ્થાન ગાંધીજીની પ્રતિમા, સુરભિ સર્કલ વ્યારા નગરથી તાપી જિલ્લાનાં તાલુકાઓમાં ફરશે.
કાર્યક્રમની શરૂઆત આવકાર પ્રવચન અને વિષય અનુરૂપ કાર્યક્રમની પ્રસ્તાવના શ્રી વિજયભાઈ ચૌહાણે રજૂ કરી હતી. આવનારા મહાનુભાવોનું સ્વાગત માસ્ક, હાથ રૂમાલ, થેલી અને સાહિત્યથી કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આટી અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં કલેક્ટરશ્રીએ એમના પ્રવચનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીબાપુ, વ્યસન મુક્તિ અને પર્યાવરણ વિશે ખૂબ સરસ રીતે ઉપસ્થિત લોકોને માહીતી આપી હતી. કલેક્ટરશ્રીના વરદ હસ્તે થેલી, માસ્ક અને સાહિત્ય લોકોને આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નશામુક્ત ભારતના સંકલ્પ લેવામાં આવ્યાં હતા.
આ કાર્યક્રમમાં કલેક્ટરશ્રી એચ. કે. વઢવાણિયા – તાપી જિલ્લા, પ્રાંત અધિકારીશ્રી હિતેશભાઇ જોષી- વ્યારા, તાપી જિલ્લા સંકલનકારશ્રી યોગેશભાઈ પટેલ, વ્યારા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ સેજલબેન રાણા, મામલતદારશ્રી બી. બી. ભાવસાર-વ્યારા, શ્રીમતિ સુરેખાબેન પટેલ-ગુરુકૃપા સેવામય ટ્રસ્ટ, વ્યારા, શ્રી કેયૂરભાઈ શાહ, શ્રી રિતેશભાઇ ઉપાધ્યાય, શ્રી મનીષભાઈ પંચોલી, નશાબંધી અને આબકારી કચેરી-તાપી જિલ્લાની ટીમ, વ્યારા નગર સેવકો, વ્યારા નગર પાલિકા સ્ટાફ તથા નગરજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.
કાર્યક્રમમાં થેલીઓ, માસ્ક અને સાહિત્ય આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ગુરુકૃપા સેવામય ટ્રસ્ટના શ્રી વિજયભાઈ ચૌહાણે કર્યું હતું.