સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ડાંગ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહાત્મા ગાંધી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ડાંગ ખાતે તારીખ 01/10/2021 ના રોજ કોલેજના કોમ્યુનિટી હોલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એસ.આર.સી સમિતિ અને એન.એસ.એસ વિભાગ દ્વારા મહાત્મા ગાંધી જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગાંધી વિદ્યાપીઠ વેડછી ના સંચાલક શ્રી મોહનભાઈ મઢીકર દ્વારા મહાત્મા ગાંધીજીની આત્મકથા ‘ મારી આત્મકથા’ અથવા સત્યના પ્રયોગો વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કર્યા હતા તથા પોતાના અનુભવો દ્વારા જીવનમાં સાચા અર્થમાં ગાંધી મૂલ્યો નું મહત્વ વિશે સમજ આપી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં સંસ્થાના આચાર્ય ડૉ. યુ.કે. ગાંગુર્ડે એ ગાંધીજીનું શિક્ષણ દર્શન અને વર્તમાન સમયમાં ગાંધીજી ની પ્રસ્તુતતા વિશે પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને વિદ્યાર્થીઓને મહાત્મા ગાંધીજીના વિચારોને પોતાના જીવનમાં ઉતારવા માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કોલેજના સિનિયર અધ્યાપક પ્રા. અજિતભાઈ આર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ મહેમાનોનું પુષ્પગુચ્છ અને પુસ્તકો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના તમામ વર્ગના લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓ અને એન.એસ.એસ ના સ્વયંસેવકો, કોલેજના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રા. વિનોદ ગવળીએ અને આભારવિધિ પ્રાધ્યાપક મુકેશભાઈ પી ઠાકરડાએ કરી હતી. સંપૂર્ણ કાર્યક્રમ કોલેજના આચાર્યના માર્ગદર્શનમાં કોવિડ ૧૯ની ગાઈડલાઈન પ્રમાણે યોજાયો હતો.