ગરબા રમવા જતી વખતે આ તૈયારી રાખજો નહીંતર ફસાઈ જશો

Contact News Publisher

અમદાવાદ : રાજ્ય સરકારે નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપી છે. શેરી ગરબાને મર્યાદિત સંખ્યા સાથે અનુમતિ અપાઈ છે. શેરી ગરબામાં 400 લોકોને છૂટ આપવામાં આવી છે. પાર્ટી પ્લોટ, ક્લબ કે કોર્મશિયલ રીતે નવરાત્રિની ઉજવણી નહી થઈ શકે. દુર્ગા પુજા, વિજ્યા દશમી, શરદ પૂર્ણિમાના આયોજનને મંજૂરી મળી છે. આ અંગે આજે ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામામાં સ્પષ્ટ જણાવાયું છે કે,

– ગરબા-ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલ હોવા જોઈએ.
– આ સ્થિતિમાં શેરી ગરબામાં ચોથા નોરતેથી ખેલૈયાઓ માટે રાત્રિ કરફ્યૂના સમયમાં વધુ ઘટાડો થશે.
 – ક્લબ અને પાર્ટી પ્લોટોમાં ગરબા રમવાની પરવાનગી આપવામાં આવી નથી.
– શહેરોમા રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ રહેશે.
–  શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે.
– ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *