દેશમાં કોરોના લોકડાઉનના પગલે ઠપ્પ કરાયેલી રેલ્વે સેવા રાબેતા મુજબ
જૂના નંબર પ્રમાણે જ ટ્રેનો દોડશે : ભાડાં પણ અગાઉના રહેશે
દેશમાં કોરોના લોકડાઉનના પગલે ઠપ્પ કરાયેલી રેલ્વે સેવા બાદમાં તબકકાવાર સ્પે. ટ્રેનના નામે અને ખાસ વધારેલા ભાડા સાથે મર્યાદીત દોડતી હતી પણ હવે આજે તા.1 ઓકટોબરથી રેલ્વેનું નવું ટાઈમટેબલ અમલમાં આવી ગયું છે અને હવે દરેક ટ્રેનમાંથી સ્પેશ્યલ શબ્દ દુર કરવામાં આવ્યા છે અને જે ટ્રેનો હાલ દોડી રહી છે તે તેના જૂના નંબરથી જ ઓળખાશે અને અગાઉ જે સ્પેશિયલ ટ્રેનનું ભાડું નિશ્ચિત કરાયું હતું તે પણ હવે દેવું પડશે નહી તથા અગાઉના નંબર સાથે જે ભાડું લાગુ પડતું હતું તે જ ભાડું હવે વસુલાશે અને તમામ ટ્રેનો પ્રી-કોવિડ નિયમો મુજબ જ ચાલશે.
કોરોના કાળમાં જે રીતે ટ્રેનોમાં સુવિધા મળતી હતી તે સુવિધા હવે મળશે અને ટિકીટ બુકીંગ ઓનલાઈન તથા 1 દિવસ પુર્વે કરવી પડતી હતી તે પણ હવે જરૂરી રહેશે નહી. હવે ટ્રેન બુકીંગમાં હિન્દી ભાષાને પણ માન્ય ગણવામાં આવી છે. દેશમાં હાલ 239 ટ્રેન સ્પે. ટ્રેન તરીકે દોડતી હતી. ઉપરાંત હવે યાત્રીકો તેમના બેડ વિ. પણ રેલ્વે પ્રવાસમાં સાથે લઈ જશે.
રેલ્વે છેલ્લા 600 દિવસથી બંધ હતી. રેલ્વે ખુદ પણ યાત્રીકોને ડિસ્પોઝેબલ ગાદલું તથા ચાદર આપશે જેનું શુલ્ક વસુલાશે જેનો ચાર્જ રૂા.300 છે જે બાદમાં યાત્રીક ખુદની સાથે લઈ જઈ શકશે. રેલ્વેની સેવા કોરોના લોકડાઉનમાં જે રીતે 30 દિવસથી વધુ સમય ઠપ્પ રહી તેવી આ પ્રથમ ઘટના છે. જો કે હવે દેશમાં જે રીતે કોરોના કેસ ઘટી રહ્યા છે તેના પરથી રેલ્વે સેવા પુન: ધમધમતી થઈ જશે. જો કે કોરોના લોકડાઉન સમયે પણ ગુડઝ સેવા યથાવત રીતે ચાલું જ રહી હતી.