વન પ્રદેશ ડાંગ જિલ્લામાં મેઘરાજા એ બે દિવસ કરેલો ટાંનડવ બાદ મેઘરાજા એ આજે વિરામ લીધો હતો
મેઘરજા તાડવનાં પગલે આદિવાસી ખેડૂતો નાં ઉભા ડાંગર નાં પાકને મોટું નુકશાન થવા પામ્યું હતું :
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : દંડકારણય વન પ્રદેશ ડાંગઅને ડુંગરાળ પ્રદેશ વાંસદા તાલુકા માં સતત બે દિવસ થી પડી રહેલા અનરાધાર વરસી રહેલા વરસાદ પગલે ચોમાસું ડાંગર પકવતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે. હાલ ડાંગરનો પાક ખેતરોમાં તૈયાર થઇ ગયો હોય એવા સમયે ઓડીસા માંથી પસાર થયેલું “ગુલાબવાવાઝોડું અને આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ નાપષ્ટિમ તટે સક્રિય થયેલું “’શાહીન” નામનું વાવાઝોડાં ને
કારણે વાતાવરણમાં સર્જાયેલા ડિપ્રેશનથી સતત વરસી રહેલા
વરસાદ ભારે તારાજી સર્જી છે. છેલ્લા બે ત્રણ દિવસથી ડાંગ જીલ્લો અને વાંસદા તાલુકામા અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે ગાજવીજ અને પવનના સુસવાટા સાથે સતત વરસી રહેલા વરસાદને પગલે ડાંગરના ઉભા પાકો ધરાશાયી થઇ ગયા હતા.
ચાલુ વર્ષે ખેડૂતોએ ડાંગરની વહેલી રોપણી કરી હતી ત્રકતુ ચક્ર પ્રમાણે ડાંગરનો પાક તૈયાર થઇ ગયો હોય ત્યારે સતત પડેલા વરસાદ અને પવન ને લઇ ધરાશાયી થયેલા પાકને લઇખેડૂતો ને નુક્શાન વેઠવાનો વારો આવ્યો છે.વાવાઝોડાં
સાથે સક્રિય થયેલા વરસાદ થી ડાંગ જિલ્લો તથાં વાંસદા તાલુકામાં ડાંગરના પાક નિષ્ફળ જાય એવી દહેશત જોવા મળી રહી છે.ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદ અને પવનને લઇ ચોમાસુ ડાંગરનો પાક ધરાશાયી થઇ ગયો હતો ત્યારે કેટલાક
ખેડૂતોએ ચોમાસુ ડાંગરની વહેલી રોપણી કરી હતી તેવા
ડાંગર પર કંઠી આવવા પામી હતી જેને લઇ ડાંગરનો
પાક તૈયાર થવાના આરે છે ત્યારે સતત પડેલા વરસાદ
અને પવન ને લઇ ધરાશાયી થયેલા પાકને લઇ નુક્શાન
વેઠવાનો વારો આવતા ખેડુતો ચિંતાતુર બનયા છે