ડાંગ જિલ્લામાં સુબિર તાલુકા પંચાયતની ખાલી પડેલ મહાલ સીટની પેટા ચૂંટણીના પડઘમ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : તા.30ડાંગ જિલ્લામાં સુબિર તાલુકા પંચાયતની ખાલી પડેલ મહાલ સીટની પેટા ચૂંટણીના પડઘમ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ,સંગઠન પ્રભારી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, સંગઠન પ્રભારી સીતાબેન નાયક અને ધારાસભ્ય વિજયભાઇ પટેલની આગેવાની હેઠળ પ્રચાર પ્રસાર માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુબિર તાલુકા પંચાયત પેટા ચૂંટણી ને અનુલક્ષી તમામ પક્ષ દ્વારા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવામાં કોરોના મહામારી વચ્ચે પણ સામાન્ય જનતા માટે સતત પ્રયત્નશીલ રહેલા ભાજપ દ્વારા પણ લોકસંપર્ક કરવા બાઇક રેલીનું આયોજન થકી લોકચાહના મેળવી હતી. આ બાઇક રેલીમાં ત્રણેય તાલુકાના મહામંત્રીઓ,તાલુકા પંચાયત પ્રમુખ, યુવા મોરચા ,ઓબીસી મોરચા, આહવા,સુબિર મંડળના પ્રમુખો,સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી બાઇક રેલી કરી લોકસંપર્ક કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other