સુબીર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો તરીકે પસંદ થયેલ શિક્ષકોનું સુબીર તાલુકા શિક્ષક પરિવાર દ્વારા સન્માન  

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : સુબીર તાલુકા પંચાયત ખાતે સુબીર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ પામેલ શિક્ષકોનું સન્માન ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિતના અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમ માં ઉપસ્થિત સૌ મહેમાનોનું શાબ્દીક સ્વાગત સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ સામજીભાઈ પવાર દ્વારા કરવામાં આવ્યું હતું. સૌ મહેમાનો એ હંમેશા સુબીર તાલુકાના કાર્યક્રમની શોભા વધારી છે એમ જણાવ્યુ હતુ. કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ પસંદગી થયેલ વિમલભાઈ ગામીત (બીલીઆંબા) જિલ્લાકક્ષાએ પસંદગી પામેલ પરીમલસિંહ પરમાર (બીઆરસી સુબીર ) રસિકભાઈ પટેલ (બીલીઆંબા) તાલુકા કક્ષાએ પસંદગી પામેલ રમેશભાઈ સૂર્યવંશી (વાહુટીયા) સંજયભાઈ પટેલ (પીપલપાડા) નું સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને સુબીર તાલુકા સૌ શિક્ષક પરિવાર દ્વારા સન્માન સમારંભ નું આયોજન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમ ની રૂપરેખા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જયરાજ પરમાર દ્વારા કરાઈ. આવનાર વર્ષોમાં દક્ષિણ ઝોન અને ડાંગ જિલ્લાનું નેતૃત્વ કરી ફરી પાછા સુબીર તાલુકા ના શિક્ષકો શ્રેષ્ઠ પારીતોષીક મેળવે એવી અપેક્ષા રાખી હતી અને આવા આપણા તાલુકા માં ઘણા શિક્ષકો છે જેવો શ્રેષ્ઠ કામગીરી કરે એટલે સૌ સન્માન ને પાત્ર છે એમ કહી સન્માનિત શિક્ષકોની કામગીરી ની ઝલક આપી હતી. સફળતા નસીબ નહીં પરંતુ દૃઢનિશ્ચયથી મળે છે તે સાબિત કરાવે એવા શિક્ષકોનું સન્માન આજે કરી રહ્યા છે એમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જીલા પંચાયત શિક્ષણ સમિતિ ના અધ્યક્ષ શ્રીમતી નીલમબેન ચૌધરી દ્વારા સન્માનિત શિક્ષકોને ખુબ ખુબ શુભેચ્છાઓ આપી હતી. ડાંગ જિલ્લા અને રાજ્યકક્ષાએ ખ્યાતિ આપવા બદલ સન્માનિત શિક્ષકનો આભાર માન્યો હતો સાથે સૌ શિક્ષકો પણ સન્માનિત શિક્ષકો માંથી પ્રેરણા લઇ ખૂબ પ્રગતિ કરે અને જ્યાં જરૂર હશે ત્યાં સાથે મળી કામ કરીશું એવુ જણાવી સૌ ને શુભકામનાઓ પાઠવી હતી. તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી ડૉ. બી.એમ. રાઉત સાહેબ દ્વારા જણાવ્યું હતું જિલ્લા કક્ષાએ સન્માનિત થનારા શિક્ષકોમાં સાત શિક્ષકો પૈકી ચાર શિક્ષકો સુબીર તાલુકા માંથી હોય સુબીર તાલુકા માટે ગૌરવની બાબત છે. ડાંગ જિલ્લાનો છેવાડાનો તાલુકો હોવા છતાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહ્યો છે.ડાંગ જિલ્લામાં એન.એ.એસ. સર્વેમાં પણ સુબીર તાલુકાએ ખૂબ સારું પ્રદર્શન કરેલ છે એમ જણાવી સૌ શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. ઉપસ્થિત ડાંગ જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત દ્વારા સન્માનિત શિક્ષકો દ્વારા થયેલ કામગીરી ને બિરદાવી હતી. હંમેશા શિક્ષકો અને બાળકોના પ્રશ્નો માટે અગ્રેસર રહી જ્યારે પણ શિક્ષક સંઘ દ્વારા રજૂઆત થઈ છે એને હંમેશા અગ્રિમતા આપી છે. શિક્ષકો દ્વારા થયેલ કામગીરી ધ્યાને લઇ જ્યારે શિક્ષકોને સમ્માનિત કરવાનો મોકો મળે છે એને હું મારું સદભાગ્ય માનું છું. હર હંમેશ સુબીર તાલુકા અને સુબીર તાલુકા ના શિક્ષકો આવી જ રીતે પ્રગતિ કરતા રહે અને ડાંગના પ્રમુખ તરીકે મારી જ્યાં પણ જરૂર હશે ત્યાં હું આપ સૌથી આગળ ઉભો રહીશ એમ કહી શિક્ષકોની કામગીરી બિરદાવી કામ કરવાનો ઉત્સાહ વધારી દીધો હતો. સાથે ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારી ભૂસારા સાહેબ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઠાકરે સાહેબ, માજી જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ હંસાબેન પટેલ દ્વારા આ કાર્યક્રમને ટેલિફોનિક સંદેશા દ્વારા સન્માનિત શિક્ષકોને શુભેચ્છા પાઠવી, સુબીર તાલુકાના સૌ ગુરુજનો આવીજ કામગીરી કરી ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ આપી હતી.આ કાર્યક્રમ માં સુબીર તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ બાબુભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી , બી.આર.સી. કૉ ઓર્ડીનેટર, આહવાના યુવા અગ્રણી સિદ્ધાર્થ ભાઈ, જિલ્લા સંઘના ખજાનચી દલપતભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શામજીભાઈ પાવાર, મહામંત્રી જયરાજ પરમાર, તાલુકા અને જિલ્લા સંઘના હોદ્દેદારો કારોબારી સભ્યો, કેન્દ્ર શિક્ષકો, મુખ્ય શિક્ષકો તથા તમામ કેન્દ્ર માંથી શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ને અંતે આભારવિધિ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નવનીતભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન હિતેશભાઈ (સી.આર.સી. પીપલાઈદેવી) દ્વારા કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other