તાપી : મામલતદાર સોનગઢની સતર્કતાએ ભવિષ્યમાં થનાર અકસ્માતને ટાળ્યો
સોનગઢના મામલતદારે જલેબી ઘાટના વળાંક પર સરકી આવેલા પથ્થરને હટાવ્યા બાદ જ પોતાની વિઝીટે નિકળ્યા
………….
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૨૯ : સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ જામી ચુક્યુ છે. નાગરિકો એક તરફ વાતાવરણમાં પ્રસરાઈ ગયેલી ઠંડકની મજા માણી રહ્યા છે. ત્યારે તાપી જિલ્લામાં રાત્રી દરમિયાન પડેલ વરસાદના કારણે સોનગઢ તાલુકા ખાતે જલેબી ઘાટના રસ્તા પર વળાંકમાં એક મોટો પથ્થર નાગરિકોના અવર-જવર માટે સમસ્યા બની ગયુ હતુ. સોનગઢના મામલતદાર જયેશ પટેલ બોરદા ગામની મુલાકાતે માટે આ રૂટ પરથી પસાર થઈ રહ્યા હતા. તેમણે આર એન્ડ બી સ્ટેટના કર્મચારી ભીલીયાભાઈની મદદથી સાતકાશી ગામમાંથી જેસીબીની મદદથી રસ્તા પર સરકી આવેલા પથ્થરને ખસેડીને ભવિષ્યમાં થનાર અકસ્માતને ટાળ્યો હતો. ત્વરિતપણે રસ્તા ઉપર અડચણ રૂપ પથ્થરને દૂર કરીને નાગરિકોના અવર-જવર માટે રસ્તાને ખુલ્લો કર્યો હતો.
000000000000000