વિનય વિવેક થી બંન્નેને કોંગ્રેસી બનવા બદલ શુભકામનાઓ : રોમેલ સુતરીયા
આઇડિયા ઓફ ઈન્ડિયા ની વાત ને બચાવવા ની વાત કરો કે વિરોધ પક્ષ ના ખતમ થવા ની વાત મારા મતે દુનિયા માં ઘણા વર્ષો થી સહુથી મોટો વિરોધ પક્ષ હંમેશા નાગરિકો જ રહ્યા છે.
આરક્ષણ ની માંગ સાથે શિક્ષા અને રોજગાર ની સુરક્ષા ની માંગ સાથે ના આંદોલનકારીઓ જે મુલત: આરક્ષણ વિરોધી માનસિકતા થી પીડાતા હતા તમે તેઓને હંમેશા સાથે રાખ્યા પણ ખાનગીકરણ વિરુદ્ધ તેઓ ને બે લીટી ની પણ સમજ આપી શક્યા નથી કે તેમેને શિક્ષણ કે બેરોજગારી અનામત ના કારણે નહી બજારીકરણ ના કારણે નથી મળતા તે વાત સમજાવી ના શક્યા તે આખા દેશની નિષ્ફળતા જ છે.આવો આઈડિયા ઓફ ઈન્ડિયા આ હોય જ ના શકે…
ભગતસિંઘે આઝાદી ના બરાબર પંદર વર્ષ પહેલા કહેલું “અંગ્રેજો કી જડે હિલ ચુકી હૈ , વે પંદરાહ બીસ સાલ મે ચલે જાયેંગે , સમજૌતા હો જાયેગા , પર ઈસસે જનતા કો કોઈ લાભ નહી હોગા , કાફી સાલ અફરા તફરી મે બીતેંગે , ઉસકે બાદ લોગો કો હમારી યાદ આયેગી…તેમણે આવુ શા માટે કહ્યુ હતુ તે વિચારવુ રહ્યુ.
અનેક વિચારો ની વાત કરી શકીએ પણ આ ક્ષણે બીજો એક વિચાર આવે છે ડોં. ભીમરાવ બાબા સાહેબ આંબેડકર નો કે જેમણે કહ્યુ હતુ “મહાત્મા આંધી કઈ તરહ હોતે હૈ , ધુલ તો બહુત ઉડાતે હૈ પર ઠોસ કુછ નહી કરતે.”
અર્જન્સી ચોક્કસ છે પણ રાજકીય અસ્તિત્વ ની લડાઈ શરુ થઈ ચુકી છે નહી કે લોક અધિકાર નુ આંદોલન તેનુ જ પરિણામ છે ભગતસિંઘ ના યુવાનો ને રાજકારણ માં જોડવાના મહત્વના વિચારો નો છેદ ઉડાવવા માં આવે છે.તમે વ્યવસ્થા કરતા મોટો વ્યક્તિ ને બનાવી વ્યવસ્થા ને નિયંત્રિત કરવાના જે સ્વપ્નો સેવી રહ્યા છો તે માસુમિયત થી વિશેષ કઈ જ ના હોય શકે છતા આપ બંન્ને ને કોંગ્રેસી બની દેશ ની સેવા કરવી જ છે તેમ આપ કહો છો તો આપ બંન્ને ને વિનય વિવેક થી ખુબ ખુબ શુભકામનાઓ.
બાબા સાહેબ મોટા ભાગે કહેતા કે અમારી લડાઈ અલગ છે અને હું તે જ કહીશ કે દેશના કરોડો દલિત , આદિવાસી , લધુમતી , દલિત અને મહિલાઓનો સંઘર્ષ અલગ છે અને તેઓ જાણે છે વ્યકિત વિરોધી સંઘર્ષ મોદી vs રાગા નો છે માટે અમને અમારી લડાઈ અને આપને આપની લડાઈ મુબારક ગતરોજ ઘટના પછી બાબા સાહેબ ના શબ્દે કહુ તો અમને સમજાય ગયુ છે કે આ દેશ માં કરોડો દલિત , આદિવાસી , લધુમતી અને મહિલાઓ ક્યા ઊભા છીએ…!
અંતિમ વાત જેનુ નિર્માણ થયુ છે તે નવુ નવુ રહેશે જુનુ થશે અને તેનો અંતિમ તબક્કો અંત થશે જ થશે , જેનો અંત થાય છે ત્યા થી જ નવુ નિર્માણ થાય છે.અર્થાત આ સિદ્ધાંત થી કોઈ પર નથી કોઈ વ્યક્ત, પદાર્થ, કે પક્ષ . તમે જે વિચાર કહો છો તેમા જ અંતરવિરોધ છે તાલીમ નો અભાવ છે તો તમે જે જુના ને બચાવવાની વાત કરો છો તેનો અંત થશે તો ચોક્કસ ત્યા નવા પક્ષ નો ઊદય થશે તે નક્કી જ છે…! આ વાત કોણે કહી છે તે આપ જાણતા જ હશો…!
આવજો….
રોમેલ સુતરિયા
(રાજનૈતિક યુવા કર્મશીલ)