પાર્ટી પ્લોટ, ક્લબ, કોમર્શીયલ સ્થળોએ ગરબા કરવાની મનાઈ

Contact News Publisher

માસ્ક, સામાજિક અંતરનું પાલન, રસીના બે ડોઝ ફરજિયાત, કોરોના ગાઈડલાઈન

ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.24/09/2021ના જાહેરનામા ક્રમાંક વિ-1/કઅવ/102020/482-ઇથી કેટલીક વધુ પ્રકારની છુટછાટો આપવામાં આવેલ હોય કેટલીક પ્રવૃતિઓ કરવા નિયંત્રણો મુકવામાં આવેલ હોય જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.
જાહેર સ્થળોએ સક્ષમ સતાધિકારીની પુર્વ પરવાનગી વગર કોઇપણ પ્રકારના સભા-સરધસ, સંમેલન કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઇ આયોજન કરવા નહીં. આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહીં
કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે માટે કોઇપણ વ્યકિતએ જાહેર સ્થાળોએ- સરકારી કચેરીઓએ કે આસપાસ-જાહેર રોડ રસ્તાઓ પર, શેરી બંધ ગલીઓમાં એવા કોઇપણ સ્થળોએ ઘરણા આંદોલન કરવા નહીં. જીમ 75% ક્ષમતા સાથે કોરોના ગાઇડ લાઇન પાલન કરવાની શરતે નિયમ જજ્ઞાને આધિન ચાલુ રાખી શકશે. લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહતમ 400 વ્યક્તિઓની મંજુરી રહેશે. અંતીમ ક્રિયા માટે મહતમ 100 વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય-સામાજિક શૈક્ષણિક, સંસ્કૃતિક,ધાર્મિક કાર્યક્રમો તેવા જાહેર સમારંભોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવાની શરતે નિયત તજ્ઞાને આધીન ખુલ્લામાં મહતમ 400 વ્યક્તિઓ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા મહતમ 400ની મર્યાદામાં વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે.
નવરાત્રિ દરમ્યાન રાત્રીના 12 કલાક સુધી શેરી સોસાયટી ફલેટમાં 400 વ્યક્તિઓની મર્યાદામાં ગરબાનું આયોજન તેમજ દુર્ગાપૂજા, શરદ પૂર્ણિમા, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશેગરબા ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ કોરોના વેકસીન બે ડોઝ લીધેલ હોવા જોઇએ. આવા આયોજનમાં લાઉડ સ્પીકર નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરવાનું રહેશે. પરંતુ પાર્ટી પ્લોટ, કલબ,ખુલ્લી જગ્યાએ કે અન્ય કોઇપણ જગ્યાએ કે જયાં કોમર્શીયલ રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય તેવા સ્થળોએ નવરાત્રીની ઉજવણી પરવાનગી આપવામાં આવશે. નહીં. તમામે માસ્ક, ફેસ કવર પહેરવા સોશિયલ ડીસ્ટન્સનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *