કોવેક્સિનની મંજૂરીમાં WHOએ કાઢ્યા વાંધા

Contact News Publisher

ભારતીયોને વિદેશ જવા માટે વધુ રાહ જોવી પડશે

કોરોનાની સ્વદેશી રસી કોવેક્સિનને આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવામાં વધુ વિલંબ થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારત બાયોટેકની કેટલીક વધુ ટેક્નિકલ માહિતી પર સવાલો ઊભા કર્યા છે. આવી સ્થિતિમાં વિદેશ જતા લોકોને, ખાસ કરીને વિદ્યાર્થીઓ (જેમણે કોવેક્સિન લીધી છે)ને વધુ રાહ જોવી પડી શકે છે.
સૂત્રોને ટાંકીને એક ટીવી ન્યુઝ ચેનલે કહ્યું હતું કે ‘હૂ’એ ભારતીય કંપની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિનની કેટલીક ટેક્નિકલ માહિતી માગી છે. ભારત બાયોટેક દ્વારા ઈમર્જન્સી યુઝ ઓથોરાઈઝેશન (ઇયુએ) માટે વેક્સિનને લગતો તમામ ડેટા ‘હૂ’ને પહેલેથી જ પૂરો પાડવામાં આવ્યો છે. જણાવીએ કે વિના કોવેક્સિનને વિશ્વના મોટા ભાગના દેશો દ્વારા માન્ય વેક્સિન માનવામાં આવશે નહીં.
હાલમાં જ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ઠઇંઘ જલદી જ કોવેક્સિનને એની મંજૂરી આપી શકે છે. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ અનુસાર, આરોગ્ય મંત્રાલયમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.ભારતી પ્રવીણ પવારે ગયા શુક્રવારે કહ્યું હતું કે ’મંજૂરી માટે દસ્તાવેજો રજૂ કરવાની એક પ્રક્રિયા છે. કોવેક્સિનને જલદીથી ઇમર્જન્સી ઉપયોગ માટે ‘હૂ’ની મંજૂરી મળશે. અગાઉ નેશનલ એક્સપર્ટ ગ્રુપના ડોક્ટર વીકે પોલે પણ કહ્યું હતું કે કોવેક્સિન માટે ‘હૂ’ની મંજૂરી આ મહિનાના અંત પહેલાં મળે એવી શક્યતા છે.
અગાઉ બ્રિટને કોવિશીલ્ડને પણ માન્યતા આપી હતી, પરંતુ ભારતીયો માટે કેટલીક શરતો ઉમેરી હતી. ભારતે આ અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી. નવા નિયમો અનુસાર, કોવિશીલ્ડ વેક્સિનના બંને ડોઝ લઈ ચૂકેલા ભારતીયોને હજુ પણ બ્રિટન પહોંચ્યા પછી 10 દિવસ સુધી ક્વોરન્ટીનમાં રહેવું પડશે અને ટેસ્ટ પણ કરાવવા પડશે.
ભારતીય નાગરિકોએ બ્રિટનના આ નિર્ણયને વંશીય ગણાવ્યો છે. અહેવાલ મુજબ બ્રિટનનું કહેવું છે કે જેમણે કોવિશીલ્ડ લીધી છે તેમની સાથે તેમને કોઈ સમસ્યા નથી, પણ તેઓ ભારતના વેક્સિન સર્ટિફિકેટ પર વિશ્વાસ કરી શકાતા નથી.

બ્રિટનનો નવો કોરોના પ્રવાસ નિયમ શું છે?
બ્રિટન સરકારે 18 સપ્ટેમ્બરે એક નિયમ જારી કર્યો હતો કે જો તમારે આફ્રિકા, દક્ષિણ અમેરિકા અથવા સંયુક્ત આરબ અમીરાત, ભારત, તુર્કી, જોર્ડન, થાઇલેન્ડ અને રશિયામાં વેક્સિન આપવામાં આવી છે, તો તમને બ્રિટનમાં અનવેક્સિનેટેડ માનવામાં આવશે અને યુકે પહોંચ્યા પછી 10 દિવસ માટે ક્વોરન્ટીન રહેવું પડશે અને ટેસ્ટ પણ કરાવવા પડશે. બીજી બાજુ, ભારત બાયોટેકે બાળકો પર કોવોક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ પણ પૂર્ણ કરી છે. કંપનીએ કહ્યું છે કે તે આગામી સપ્તાહે ત્રીજા તબક્કાનો ડેટા ડીજીસીઆઇને સોંપશે. માત્ર ત્રીજા તબક્કામાં ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા 2થી 12 વર્ષનાં બાળકો પર કોવોક્સિનના બીજા-ત્રીજા તબક્કાની ટ્રાયલ પણ કરી રહી છે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *