તાપી : વ્યારા તાલુકાના કલકવા સ્થિત વિ.સહ.ગ્રાહક ભંડાર મંડળી બંધ કરવા જિલ્લા રજિસ્ટ્રારનો હુકમ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) ૨૮: જિલ્લા રજિસ્ટ્રાર એચ.આર.પટેલની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કલકવા વિ.સહ.ગ્રાહક ભંડાર નોંધણી નં.–ભ-૩૮૧૨, તારીખઃ-૨૮/૦૧/૧૯૯૧ થી નોધાયેલ સહકારી મંડળી છે. આ મંડળીને ફડચામાં લઈ જવાનો અંતિમ હુકમ સહ.અધિ.(ફડચો) લગત જિલ્લા રજિસ્ટ્રાર સ.મં.તાપી-વ્યારાનાં અભિપ્રાય મુજબ ફડચાનું કામ પૂર્ણ થયેલ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. મંડળીનું સરવૈયુ “શૂન્ય” થયેલ છે અને છેવટ સુધીનું ઓડિટ થયેલ છે. જેથી મંડળીની નોંધણી રદ કરવા માટે જરૂરી દરખાસ્ત અને ભલામણ કરવામાં આવી છે. આ મંડળીને કાયદાની કલમ-૨૦ હેઠળ નોંધણી રદ કરવા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ દ્વારા કલકવા વિભાગ સહકારી ગ્રાહક ભંડાર લી.મુ.પો. કલકવા- વ્યારા, તાપીનાં નોંધણી નંબર-ભ-૩૮૧૨, તા૨૮/૦૧/૧૯૯૧ની નોધણી રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેથી કલકવા વિ.સહ.ગ્રાહક ભંડાર મંડળી બંધ કરવામાં આવી છે જેની સંબંધિતોએ નોંધ લેવી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦