રાજ્ય સરકારનું જાહેર દેવું વધીને કેટલું થયું, જાણો
- રાજ્યના દેવામાં ચોંકાવનારા આંકડા
- દર વર્ષે કૂદકે અને ભૂસકે આ દેવું વધતું જઇ રહ્યું છે
ગુજરાત વિધાનસભામાં વિપક્ષે રાજ્યમાં કેટલું દેવું છે તેના આંકડા માંગ્યા
ગાંધીનગરઃ વિધાનસભામાં ગુજરાત પર કેટલું દેવું છે તેને લઇને વિપક્ષે આંકડા માંગ્યા હતા. છેલ્લા 2 વર્ષના સમયગાળામાં 60 હજાર કરોડથી વધુ રકમનો વધારો દેવામાં થયો છે. ગાંધીનગર ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં નાણાં વિભાગને પ્રશ્નોત્તરીકાળ દરમિયાન વિધાનસભાની શરૂઆતમાં જ ગુજરાત પર કેટલું દેવું છે તેને લઇને વિપક્ષે આંકડા માંગ્યા હતા. જેમાં ગુજરાતમાં જાહેર દેવું 3 લાખ કરોડને પાર થઈ ગયું છે. ગુજરાત સરકારનું દેવું દર મહિને અને વર્ષે વધી રહ્યું છે ત્યારે આ પ્રશ્નોત્તરી કાળમાં બે વર્ષમાં કેટલું દેવું તેને લઈને સવાલ કરાયો હતો.
રાજ્યમાં દેવું હજુ વધી રહ્યું છે.
જેમાં 60 હજાર કરોડને પાર દેવું બે વર્ષમાં વધ્યું છે. જુલાઈ 2021ની સ્થિતિએ રાજ્યનું જાહેર દેવું 30,959 કરોડે પહોંચ્યું છે. વર્ષે કૂદકે અને ભૂસકે આ દેવું વધતું જઇ રહ્યું છે. બે વર્ષનું આ જાહેર દેવાની વિગતો જોવા જઈએ તો 2019 અને 2020માં દેવામાં 26,791 કરોડનો વધારો થયો છે જ્યારે 2020માં જાહેર દેવામાં 33,864 કરોડનો વધારો થવા પામ્યો છે. જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો આગામી બે વર્ષમાં ગુજરાત રાજ્યનું જાહેર દેવું ચાર કરોડ આસપાસ પહોંચી શકે છે માત્ર 2 વર્ષના સમયગાળામાં 60 હજાર કરોડથી વધુ રકમનો વધારો જાહેર દેવામાં થયો છે.
2184 કરોડનું વ્યાજ સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું
છેલ્લા કેટલાક વર્ષમાં ચુકવવામાં આવેલ વ્યાજ પ્રાપ્ત માહિતીએ જણાવ્યા અનુસાર, 31 ડિસેમ્બર 2019ની સ્થિતિએ રાજ્ય પાસે 7,223 કરોડ કેન્દ્ર સરકારની લોન હતી. આ ઉપરાંત એ સમયે લોનનો વ્યાજદર જીરોથી 13 ટકા સુધીનો 2019 ડિસેમ્બર મહિનાની સ્થિતિએ હતો. 2019ની સ્થિતિએ જોવા જઈએ તો છેલ્લા પાંચ વર્ષમાં 2184 કરોડનું વ્યાજ સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું છે. લોનની વ્યાજ ચુકાવણીના અન્ય વર્ષના ડેટા તપાસીએ તો 2017 અને 18માં 430 કરોડ, 2016 અને 17માં 469 કરોડ 2015, 2016માં 514 કરોડ વ્યાજની ચુકવણી કરવામાં આવી હતી.