LAC પર ભારતે ખડકયો જંગી શસ્ત્ર સરંજામ

Contact News Publisher

સરહદ પર અટકચાળો ડ્રેગનને ભારે પડશે: ભારતે કુલ સ્કેલ વોરની તૈયારી આદરી

ભારતનો અમેરીકા પાસેથી કુલ 14 અ-777 હોવિત્ઝર તોપો ખરીદવાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. જે 30 કિમી સુધીના ટાર્ગેટને નેસ્તોનાબુદ કરી શકે છે. વજનમાં હળવી હોવાને કારણે તેને ઓછા સમયગાળામાં એક જગ્યાએથી અન્ય જગ્યા પર સરળતાથી ટ્રાન્સપોર્ટ કરી શક્યા છે. આ તોપ માટે માર્ગ કે રસ્તો હોવું જરૂરી નથી. ચિનૂક હેલિકોપ્ટરની મદદથી પણ એક સ્થળથી અન્ય સ્થળ પર પહોંચાડી શકાય છે. જો કે ઈસ્ટર્ન લદ્દાખમાં હાલમાં સૌથી વધુ સ્વદેશી 105 ખખ કેલિબરની તોપો તૈનાત છે. જે વજનમાં હળવી હોવાને કારણે આ સમયે ઈસ્ટર્ન લદ્દાખમાં હાલ તૈનાત કરવામાં આવી છે. ભારતે અમેરિકા સાથે નવેમ્બર 2016માં 145 એમ-777 હોવિત્ઝર ખરીદી માટે કરાર કર્યો હતો. કુલ મળીને 25 તોપ અમેરિકાથી આવશે. બાકીની 120 તોપની સામગ્રી અમેરિકાથી આવશે, પરંતુ એસેમ્બલિંગ ભારતમાં થશે. તેને કારણે મેક ઈન ઈન્ડિયા સ્કીમને વેગ મળશે. ભારતમાં મહિન્દ્રા ડિફેન્સ, બીએઈ સિસ્ટમ સહિતની કંપનીઓ મળીને તોપનું ઉત્પાદન કરશે.અમેરિકા વર્ષોથી આ હોવિત્ઝરનો ઉપયોગ કરે છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, કનેડા વગેરે દેશોના લશ્કરમાં પણ એમ-777નો સમાવેશ થયો છે. અત્યારે જગતમાં 1 હજારથી વધુ એમ-777 ગન વપરાશમાં છે.ભારતના સંરક્ષણ ઇતિહાસમાં અતિ કુખ્યાત થયેલી બોફોર્સ પછી આ પહેલી તોપ છે, જે ભારતે ખરીદી હતી. ત્રણ દાયકા પહેલા રાજીવ ગાંધી સરકાર વખતે સ્વીડનની બોફોર્સ તોપ ખરીદીમાં કૌભાંડ થયું હતું. બોફોર્સ કાંડ નામે કુખ્યાત થયેલા એ કૌભાંડ પછી ભારતીય લશ્કર માટે અનિવાર્ય ગણાતી તોપની ખરીદી અટકી ચૂકી હતી.ડીજી આર્ટીલરી એલટી જનરલ ટીકે ચાવલાએ જણાવ્યું કે આ શરૂઆતની મુશ્કેલી છે, જેને દૂર કરવામાં આવશે. કેટલાક દિવસ પહેલા ઓર્ડિનેંસ ફેક્ટ્રી બોર્ડની સાથે આ મામલાને લઈને મીટિંગ પણ થઈ હતી. ભારતીય સેના માઉંટેડ ગન સિસ્ટમ લેવાની પ્રક્રિયામાં છે. તેના માટે રિક્વેસ્ટ ફોર ઈન્ટરેસ્ટ પણ જાહેર કરવામાં આવી છે, અને સારો રિસપોન્સ પણ મળી રહ્યો છે. બીજી, તરફ ચીને લદ્દાખથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધી ફેલાયેલા 3,488 કિસોમીટર એલએસીની સાથે ઘણી બધા બધા નવા હવાઈ પટ્ટીઓ અને હેલિપેડ પણ બનાવી લીધા છે. આ સિવાય પોતાના પ્રમુખ હવાઈ ક્ષેત્રો જેવા કે હોટનસ કાશગર, ગર્ગુનસા, લ્હાસા-ગોંગગર અને શિગાત્સેને વધુ મિસાઈલોથી અપગ્રેડ કર્યા છે. રિપોર્ટસના અનુસાર ચીન પૂર્વી લદ્દાખમાં પોતાના સૈન્ય ઠેકાણો અને એરબેસના નિર્માણમાં લાગ્યા છે. ચીનએ બોર્ડર પર યુદ્ધને હવા આપનાર હરકત શરૂ કરી દીધી છે. ચીની સેના પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (કઅઈ) પર પોતાના ક્ષેત્રમાં 50 હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા બાદ મોટાપાયે ડ્રોનનો ઉપયોગ શરૂ કરી રહી છે. ચીનએ બોર્ડર પર યુદ્ધને હવા આપનાર હરકત શરૂ કરી દીધી છે. ચીની સેના પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (કઅઈ) પર પોતાના ક્ષેત્રમાં 50 હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા બાદ મોટાપાયે ડ્રોનનો ઉપયોગ શરૂ કરી રહી છે. આ ડ્રોન ભારતીય ચોકીઓની આસપાસ લગભગ ઉડાન ભરી રહ્યા છે. સત્તાવર સૂત્રોને જણાવ્યું કે પીપલ્સ લિબરેશન આર્મીની ડ્રોન ગતિવિધિઓ મોટાભાગે દૌલત બેગ ઓલ્ડી સેક્ટર ગોગરા હાઇટ્સ વગેરે ક્ષેત્રોમાં જોવા મળી રહી છે.

ભારતીય સેના પણ સતર્ક
ભારીય સેના ચીનની આ હરકતો પર પૈની નજર રાખી રહેલું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેના એકદમ સર્તક છે. તે મોટાપાયે ડ્રોન તૈનાત કરી રહી છે. જલદી જ તે નવી ઇઝરાયલી અને ભારતીય ડ્રોનને મોટા બેડામાં સામેલ કરશે. આ ડ્રોનને સીમા પર ચીનના પડકારનો સામનો કરવા માટે સુરક્ષાબળો તરફથી અધિગ્રહિત કરવામાં આવ્યા છે. કઅઈ પર હાલની સ્થિતિનો ઉલ્લેખ કરતાં સૂત્રોએ જણાવ્યું કે હવે ફ્રિક્શન પોઇન્ટનો મુદ્દો ઉકેલવાની જરૂર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કે ચીન અત્યારે પણ ચૂપ બેસ્યું નથી તે પોતાના સૈનિકોના માટે પોતાના કામચલાઉ માળખાના રૂપમાં બદલી રહ્યા છે. પૂર્વે લદ્દાખમાં એલએસી પાસેના વિસ્તારોમાં તિબ્બતી ગામોની પાસે ચીને સૈન્ય છાવણી બનાવી છે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other