આહવા તાલુકા પંચાયતનાં ઊપપ્રમુખ દેવરામભાઈ જાધવએ નવાગામ બસ શરૂ કરવાં માંગ કરી

Contact News Publisher

શાળા-કોલેજનાં વિધાર્થીઓની ખુબ મોટી સમસ્યા બાબતે

ડેપો મેનેજને બે દિવસમાં બંધ થયેલી નાઈટ નવા ગામ બસ ફરી શરૂ કરવાની ખાતરી આપી છે

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): ડાંગ જિલ્લામાં શાળા કોલેજો શરૂ થતાં મુખ્ય આહવા આવવા માટે ખુબ જ પરેશાની વિધાર્થીઓને થઈ રહી હતી. આહવામાં શાળા-કોલેજમાં અભ્યાસ કરતાં વિધાર્ઓથી તાલુકા પચાયતનાં ઊપપ્રમુખ દેવરામભાઈ જાધવ રહે. બોરખલને એક લેખિત ફરીયાદ કરી હતી જેમાં જણાવ્યું હતું 7-00 વાગ્યા થી 7-30 સુધી બોરખલ ગામ માં એક બસ આવે તો તેઓને સમયસર શાળા-કોલેજોમાં પહોચી જાય તેમ છે જેથી આજરોજ સવારે 11 વાગે આહવા તાલુકા પચાયતનાં ઊપ્રમુખ દેવરામભાઈ જાધવે ડેપો મેનેજરને લેખિત ફરીયાદ આપી જણાવ્યું હતું સોનુનીયા, માળુંગા બસ શામગહાન સુધી ફુલ ભરાઈ જતી હોવાથી ગલકુંડ, લહાનચર્યા, ટાંકલીપાડા, વિહિરઆબા, ઊમરપાડા અને બોરખલનાં જેવા રૂટનાં ગામોનાં વિધાર્થી બસમાં સમાવેશ થઈ શકતો નથી તેઓ આહવા આવી શકતાં નથી અને શાળા-કોલેજો જઈ શકતાં નથી જેથી નાઈટમાં જતી નવાગામ બસ ફરી ચાલું કરવા માંગ કરી હતી જે બાબતે ડેપો મેનેજરે જણાવ્યું છે કે હું તપાસ કરી યોગ્ય શીડયુલ ગોઠવી બે દિવસમા નવાગામ નાઈટ બસ શરૂ કરી આપવા ખાતરી આપી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other