‘ગુલાબ’ વાવાઝોડાંની અસરથી ગુજરાતમાં ચૌ-મેર ધોધમાર વર્ષા
રાજ્યના 147 તાલુકામાં વરસી રહ્યો છે ભારે વરસાદ: કાલ-પરમ દિવસે દ.ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના
(પ્રતિનિધિ દ્વારા, અમદાવાદ) : આજે સવારથી અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ જાણવા મળી રહ્યા છે. જેમાં વસ્ત્રાપુર, બોડકદેવ, એસજી હાઈવે, સેટેલાઈટ, જજીસ બંગલો, મેમનગર, વેજલપુરમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. આ સિવાય રાણીપ, ચાંદલોડિયા, ગોતા, સોલા, ઘાટલોડિયામાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં પણ આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. પાલનપુરમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. પાછોતરા વરસાદને કારણે જિલ્લાના ખેડૂતોમાં પાક નુકલાનીનો ભય સતાવી રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 147 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર, બનાસકાંઠા અને વડોદરામાં થયો છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 14 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણ