કેફી પીણાના નશામાં પકડાયેલ આરોપીને છ માસની કેદની સજાનો હુકમ કરતી ડોલવણ કોર્ટ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા . ૦૭/૦૩/૨૦૧૯ના રોજ મોજે બાગલપુર ગામે પોતાના ઘરે કેફી પીણાનુ સેવન કરી જાહેરમાં લવારા બકવાસ કરી નશાની હાલતમાં પકડાઈ જતાં, જે અંગેની ફરીયાદ ડોલવણપોલીસ સ્ટેશનમાં ધી પ્રોહીબીશન એકટની કલમ – ૬૬ (૧) (બી) મુજબ આપેલ. જે કેસ ડોલવણ ખાતેની જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબશ્રીની કોર્ટમાં ચાલી જતાં ફરીયાદપક્ષનો પુરાવો અને ફરીયાદપક્ષે વિદ્વાન એ.પી.પી. શ્રી જે. પી. પાલવે અને કે. એન. પરમાર, કેસની દલીલો ધ્યાને લઈ, અંતે તા. 14/11/19ના રોજ આ કેસ સંદર્ભ નામદાર ડોલવણ કોર્ટના પ્રિન્સીપાલ સીવીલ જજ અને જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફસ્ટ કલાસ શ્રી આર. બી. ગોસાઈનાઓએ સદર ગુનાના કામે આરોપી વિનોદભાઈ ચંપકભાઈ ગામીત , રહે. બાગલપુર ગામ, નિશાળ ફળીયું, તા. ડોલવણ, જી. તાપીનાઓને ધી પ્રોહીબીશન એકટની કલમ – ૬૬ (૧) (બી) મુજબના ગુનામાં 0૬ (છ) માસની કેદની સજા તથા રૂા. ૧ ૦૦૦ / ( એક હજાર ) પુરાનો દંડ ફરમાવતો હુકમ કરેલ છે.