GVK EMRI 108 ગુજરાતના ઓપરેશન હેડ સતીશ પટેલે ડાંગ જિલ્લાની મુલાકાત કરી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગુજરાત રાજ્યની ઈમરજન્સી સેવા GVK EMRI 108 ના ઓપરેશન હેડ શ્રી સતીશ પટેલે ડાંગ જિલ્લાની મુલાકાત કરી હતી અને મુલાકાત દરમિયાન તેઓએ અલગ અલગ એમ્બ્યુલસ લોકેશન પર જઈ 108 સહિત ખીલખીલાટ એમ્બ્યુલન્સ ના કર્મીઓને મળ્યા હતા અને ૧૦૮ ના સ્ટાફની સંપૂર્ણ કામગીરીનું ઓપરેશન હેડ સતીશ પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ૧૦૮ ના કર્મીઓની કામગીરી બિરદાવી હતી સાથે કોરોના જેવા કાળમાં ખંતપૂર્વક મહેનત કરનાર 108 ના કોરોના વોરિયર્સ દ્વારા કરવામાં આવેલી સારી કામગીરીને લઇને તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને લઈને જરૂરી માર્ગદર્શન અને સુચનો સાથે પ્રોત્સાહિત કરી બિરદાવ્યા હતા. આ વિઝિટ દરમિયાન એમની સાથે નવસારી_વલસાડ_ ડાંગ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર શ્રી ધવલ પારેખ, ડાંગ જિલ્લા 108 ના એક્સેકૂટીવ સંજય વાઘમારે પણ ઉપસ્થિત રહ્યા હતા.