તાપી જિલ્લામાં જિલ્લાકક્ષા રાસ-ગરબા સ્પર્ધાનુ આયોજન
રાસ-ગરબામાં ભાગ લેવા ઇચ્છતા સ્પર્ધકોએ 30 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી સાથે સંપર્ક સાધવો
……………
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) ૨૪: તાપી જિલ્લામાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હેઠળ જિલ્લા યુવા વિકાસ અધિકારી તાપી દ્વારા સંચાલિત જિલ્લાકક્ષાની નવરાત્રિ રાસ, ગરબા સ્પર્ધાનું આયોજન ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં થનાર છે. રાસ માટે ૧૪ થી ૪૦ અને પ્રાચીન-અર્વાચીન ગરબામાં ૧૪ થી ૩૫ વર્ષની વયજૂથના સ્પર્ધકો ભાગ લઈ શકશે. ઉપરોક્ત સ્પર્ધાઓમાં ભાગ લેવા માંગતા સ્પર્ધકોએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી બ્લોક નં. ૬ પ્રથમ માળ જિલ્લા સેવા સદન પાનવાડી વ્યારા ખાતેથી નિયત નમૂનાનુ પ્રવેશપત્ર મેળવી તા. ૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં મોકલવાની રહેશે. વધુ માહિતી માટે ૮૧૪૧૬૨૪૧૦૦ પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.