આહવાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ‘હિન્દી દિન’ની ઉજવણી

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :   ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સૌથી મોટી અને સૌથી જૂની સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે તાજેતરમા ‘હિન્દી દિવસ’ની ઉજવણી કરવામા આવી હતી

આ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, અને શ્રુતલેખન સ્પર્ધાનુ (ઓનલાઇન મોબાઇલ ટુ કોમ્પિટિશન) આયોજન કરવામા આવ્યુ હતુ.

જેમા નિબંધ સ્પર્ધામા પ્રથમ નંબરે ભોયે ધૃવી રવિન્દ્ર, બીજા ક્રમે પવાર નીતિક્ષા જયેશભાઈ, અને ત્રીજા નંબરે જાવરે પાર્વતી કરસનભાઈ વિજેતા થયા હતા.

તેજ રીતે શ્રુતલેખનમા પ્રથમ નંબરે રાઠોડ મોતિરામ શાન્તિ, બીજા નંબરે પુરોહિત આરતી નૈનસિંહ, અને ત્રીજા નંબરે ગાવિત અમીશા મનીષ વિજેતા જાહેર કરાયા હતા.

‘હિન્દી દિવસ’ ના સંપૂર્ણ કાર્યક્રમનુ સંચાલન શાળાના હિન્દી વિષયના દિવ્યાગ શિક્ષક શ્રી આર.એસ.રાવલ, તથા નિલેશ ગામીતે કર્યું હતુ. કાર્યક્રમમા ભાગ લેનાર, વિજેતા થનાર, અને કાર્યક્રમનુ સંચાલન કરનાર તમામને શાળાના આચાર્ય શ્રી ગૌવિંદભાઈ ગાંગોડા, તથા સુપરવાઇઝર શ્રી પ્રજેશ ટંડેલે અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, ભારત દેશની ખાઝાદી પછીના ૧૪મી સપ્ટેમ્બર, ૧૯૪૯ના રોજ હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે જાહેર કરવામા આવી હતી. જે અતર્ગત દર વર્ષે આ દિનને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other