ડાંગ જિલ્લામા ‘પોષણ માસ’ અંતર્ગત ‘યોગ સપ્તાહ’ની કરાઈ ઉજવણી 

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  તા: ૨૨: દેશભરમા યોજાઈ રહેલા ‘પોષણ માહ’ અંતર્ગત રાજયના છેવાડે આવેલા ડાંગ જિલ્લામા પણ માહે સપ્ટેમ્બર માસના બીજા સપ્તાહને ‘યોગ સપ્તાહ’ તરીકે ઉજવીને વ્યાપક જનજાગૃતિ કેળવવામા આવી હતી.

સપ્તાહ દરમિયાન આરોગ્ય અને આયુષ વિભાગના સહયોગથી મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા જિલ્લાની સગર્ભા, અને ધાત્રી માતાઓને યોગ અંગેના ફાયદાથી વાકેફ કરાયા હતા.

ઉલ્લેખનિય છે કે, રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા પોષણ માસના બીજા સપ્તાહમા ઉજવાયેલા આ યોગ વિષયક સપ્તાહની ઉજવણી સમગ્ર રાજયમા કરવામા આવી છે. જે મુજબ તા. ૧૫/૦૯/૨૦૨૧ ના રોજ યુ ટ્યુબના માધ્યમથી ઉંબરે આંગણવાડી’ એપિસોડ નંબર :૧૩૪ “યોગ અને પોષણ સમન્વય“ ક્રાર્યક્રમના જીવંત પ્રસારણ સાથે, તજજ્ઞો દ્રારા યોગ અંગેની વિશેષ માહિતી પુરી પાડવામા આવી હતી.

ડાંગ જિલ્લાએ આ સપ્તાહની ઉજવણી દરમિયાન આંગણવાડી કેંદ્રોમાં કોશોરીઓ, સગર્ભા, અને ધાત્રી માતાઓને યોગ વિશેની માહિતી, તેમજ સરળ યોગાસનની પધ્ધતિઓ શીખવામા આવી હતી. સાથે સાથે કેટલાક આંગણવાડી કેંદ્રોમાં કિશોરીઓ દ્રારા ‘એનિમિયા જાગૃતિ’ અર્થે રેલી પણ યોજવામા આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other