માંડવી તરસાડા બ્રિજ બાંધકામની વિગતો દર્શાવતો સ્પેસિફિકેશન સ્થળ ઉપર બોર્ડ જમીનદોસ્ત : અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે !!
(પરેશ અટાલીયા દ્વારા, વ્યારા) : સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સમાવિષ્ટ તરસાડા -માંડવી વચ્ચે જીવાદોરી સમાન કરોડો ના ખર્ચે બ્રિજ નિર્માણ કામકાજ પૂર્ણતાને આરે હોય કામકાજના સ્થળ ઉપર માર્ગ અને મકાન વિભાગના પરીપત્રો મુજબ રસ્તા પુલ અને મકાનોના વર્ક ઓર્ડર આપ્યા બાદ તુર્તજ કામના સ્થળે કામ ની વિગતો તથા સ્પેસિફિકેશન દર્શાવતું બોર્ડ ઇજારદાર ના સ્વખર્ચે મૂકવાની સૂચના આપવામાં આવેલ છે. ત્યારે સૂચનાનું ચુસ્તપણે અમલ કરાવવામાં અધિકારી આંખ આડા કાન કરી દેતા સ્થળ ઉપર બોર્ડ મૂકવામાં આવેલ હોય પરંતુ છેલ્લા ઘણા સમયથી સ્પેસિફિકેશન બોર્ડ જમીનદોસ્ત કોઈક કારણસર થયો હોવા છતાં પુનઃ નિર્ધારિત સ્થળ ઉપર બોર્ડ મૂકવામાં જવાબદાર પોતાની આળસ ખંખેરે તે જરૂરી બન્યું છે. જેથી રાહદારી તેમજ સ્થાનિકોને કરોડોના ખર્ચે નિર્માણાધીન બ્રિજની કામોની વિગતોથી અજાણ રાખવાની તરકીબ અજમાવવામાં આવી હોય તેમ બુદ્ધિજીવીઓમાં આ બ્રિજ નિર્માણ અંગે અનેક પ્રકારના તર્ક વિતર્કો થઈ રહ્યા હોવાનું છડેચોક ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જવાબદાર અધિકારી આ બાબતે બ્રિજના બાંધકામની વિગતો સ્પેસિફિકેશન અંગેના કામ બાબતે સ્થળ ઉપર બોર્ડ એવી રીતે મૂકવામાં આવે જેથી વ્યક્તિ ની નજર પડી શકે તથા બ્રિજ સંબંધિત કોઈ ફરિયાદ અથવા લોકોને સ્પર્શતા વહીવટી સુધારા માટે સૂચનો ફરિયાદ તેમજ પારદર્શિતા હેતુ કામના સ્થળ ઉપર બોર્ડ મૂકવા લોક માંગ થઇ રહી છે.