હિન્દુસ્તાન ઝિંક પર્યાવરણીય સંરક્ષણ અને સતત વિકાસ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવા માટે પ્રતિબદ્ધ છે
હિન્દુસ્તાન ઝિંક કાર્યકારી વિસ્તારની આસપાસના સમુદાયના જીવનની ગુણવત્તા અને આર્થિક કલ્યાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે
(પ્રતિનિધિ દ્વારા, અમદાવાદ) : દેશના દરેક નાગરિકની પ્રાથમિક ફરજ છે કે તે સતત વિકાસ અને પર્યાવરણીય સંરક્ષણને લઇને જીવન પર્યન્ત પ્રતિબદ્ધ રહે અને આવનારી પેઢીઓને સમાન શીખ આપે. તેને ચાલુ રાખીને, હિન્દુસ્તાન ઝિંક પણ દેશના સતત વિકાસ (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ) અને પ્રકૃતિની સંભાળ માટે કર્તવ્યનિષ્ઠ છે. પ્લાન્ટની આસપાસના ક્ષેત્રોમાં વાતાવરણ જળવાય રહે, વન્યજીવન અને સામાન્ય નાગરિકોનું આરોગ્ય આનંદિત હોય, વગેરે તમામ મહત્વપૂર્ણ વિષયો પર કંપનીનું ધ્યાન મજબૂત છે.
સમાવિષ્ટ વૃદ્ધિ માટે પ્રતિબદ્ધ, હિન્દુસ્તાન ઝિંકની દ્રષ્ટિ “તેના કાર્યક્ષેત્રની નજીકમાં સમુદાયના જીવનની ગુણવત્તા અને આર્થિક વિકાસને વધારવા” પર છે. સતત વિકાસ હિન્દુસ્તાન ઝિંકનો અભિન્ન ભાગ છે. કંપની, જનતા અને સમુદાયના આરોગ્ય અને સલામતી અને માનવ અધિકારોનું સન્માન કરે છે. તે લાંબા ગાળાની સતત આર્થિક વૃદ્ધિ અને મૂલ્ય નિર્માણમાં વિશ્વાસ રાખે છે. કંપનીનો હેતુ સમુદાયોનો સામાજિક, આર્થિક અને સંસ્થાકીય વિકાસ અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવાનો છે.
હિન્દુસ્તાન ઝિંકનું સમગ્ર ધ્યાન પાણી, હવા, જમીન, આરોગ્ય અને પર્યાવરણીય સલામતી જાળવી રાખવા, જીવનની ગુણવત્તા અને નવીનતાને પ્રોત્સાહન આપવા પર છે. કંપની દ્વારા પર્યાવરણ અને ટેકનોલોજીના સારા સંતુલન માટે પ્લાન્ટની આસપાસ ગ્રીન બેલ્ટ પણ બનાવી રહી છે, જેનો સીધો હેતુ પર્યાવરણ સંરક્ષણ છે. તેને ચાલુ રાખીને, હિન્દુસ્તાન ઝિંકે 2025 માટે સતત વિકાસના લક્ષ્યોને નિર્ધારિત કરવા માટે એક સમગ્ર દૃષ્ટિકોણ બનાવ્યો છે અને આગામી પાંચ વર્ષમાં કંપની આ ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. કંપનીને વર્લ્ડ ફાઇનાન્સ દ્વારા તેમના સસ્ટેનેબિલિટી એવોર્ડ્સ 2021 માં ‘મોસ્ટ સસ્ટેનેબલ કંપની ઇન ધ માઇનિંગ ઇન્ડસ્ટ્રી 2021’ એનાયત કરવામાં આવ્યો છે.
હિન્દુસ્તાન ઝિંક એ સુનિશ્ચિત કરે છે કે અદ્યતન તકનીકોના ઉપયોગને કારણે પર્યાવરણીય અસર નહીં થાય. કંપનીએ સલામતી, આરોગ્ય, પર્યાવરણીય અને સામાજિક કામગીરી પર કેન્દ્રિત વિવિધ વ્યવસ્થાપન પ્રણાલીઓની સ્થાપના કરી છે. પર્યાવરણ અને વિકાસ બંને વચ્ચે યોગ્ય સંતુલન જાળવવા માટે પ્રતિબદ્ધ, હિન્દુસ્તાન ઝિંક લિમિટેડે વિશ્વ ધોરણો અનુસાર પર્યાવરણીય સંરક્ષણ અને સતત વિકાસ માટે એક માપદંડ સ્થાપિત કર્યો છે.