તાપી : હોમિયોપેથીક મેડીકલ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર , વ્યારા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૧ થી ઉજવણી # IDY 2021 અને # Yoga Wellness થીમ સાથે કરવામાં આવી. સંસ્થાના યોગગુરૂ ડૉ. પિયુષ પંડયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમમાં કોલેજના કર્મચારીઓ ટ્રસ્ટીગણ તેમજ વ્યારા નગરના પ્રજાજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. યોગ દ્વારા શારીરિક તથા માનસિક સ્વાસ્થય જાળવવા માટે માર્ગદર્શન પુરૂ પડાયુ. આ કાર્યક્રમનું સોસીયલ મીડીયા દ્વારા પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું, જેનો ઘણા લોકોએ ઘરે બેસી લાભ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન કોલેજની પ્રવૃત્તિ સમિતિ દ્વારા પ્રિન્સીપાલ ડૉ. જયોતિ રાવ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.