નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
Contact News Publisher
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.15: જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતી તાપી દ્વારા વ્યારા તાલુકાના વાલોઠા ગામે નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૫૮ ગ્રામજનો સહભાગી થયા હતા. ગ્રામજનોને જૂથ યોજનાના પાણીના ઉપયોગ, નિયમિત પાણી વેરો ભરવા અંગે, નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત જે સગવડો અંગે અને પાણીના સ્ત્રોતની સ્વચ્છતા અને જાળવણી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે ગ્રામજનોએ આ યોજનાનો લાભ મેળવવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લીખનીય છે કે, તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૬૫૮૪૬ ઘર નળ જોડાણ પૂર્ણ કરવામાં આવેલ છે. તથા અન્ય પ્રગતિ હેઠળના કામો ટુંક સમયમાં પૂર્ણ કરવા જિલ્લો કટીબધ્ધ છે.