ગિરીમથક સાપુતારામાં શનિ, રવિની રજામાં સહેલાણીઓનો આભ તુટી પડયો
વનની ખુશનુમા વાતાવરણનો આનંદ માળતા ઠેર ઠેર નજરે પડયા:
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા. 13 દંડકારણય વન પ્રદેશ ડાંગ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતા પાણી પાણી થઈ જવા પામ્યુ હતુ. સાથે સાથે વાતાવરણ ઠંડુ ઠંડું કુલ કુલ થઈ જવા પામ્યા સાથે અને વાતાવરણ ખુશનુમ બનતા ગિરીમથક સાપુતારા માં શનિ, રવિ ની રજા માળવા સહેલાણીઓ નાં ઘોડા ઘોડા ઉમટી પડયા હતા અને આનંદમાં સાથે સહેલાણીઓ ઝરમરયો વરસાદમાં ગરમ ભજીયા સાથે ચા ની ચુસ્કી મારતાં નજરે પડતાં હતાં. ગુજરાત કી આંખો કા તારા સાપુતારા છોળેકળા એ ખીલી ઉઠતાં સહેલાણીઓ માટે આકર્ષણ કેન્દ્ર બન્યુ છે.
કોરોનાની બીજી લહેર ઓછી થતા કુદરતી સૌંદર્ય અને વરસાદી માહોલને માણવા માટે પ્રવાસન સ્થળ બોટોનીકલ ગાર્ડન અને ગિરિમથક સાપુતારા ખાતે સહેલાણીઓનાં ઘોડા ને ઘોડા ઉમટી પડયા હતા.
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે જૂન મહિનાનાં પ્રારંભથી જ મેઘ મહેર છેલ્લા કેટલાક દિવસથી યથાવત્ રહેતા સમગ્ર પંથકોનું વાતાવરણ ખુશનુમા બન્યુ છે. ડાંગ જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાની ઋતુનું આગમન થતા આદિવાસી ખેડૂતો ચાલુ વર્ષે વહેલા ખેતીની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે. ડાંગ જિલ્લામાં સતતથી વરસાદી માહોલ જામતા ડાંગ પંથક ની પ્રકૃતિ સોળેકલાએ ખીલી ઉઠી છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે સતત કેટલાક દિવસથી વરસાદી માહોલ યથાવત રહેતા અહીના સમગ્ર જોવાલાયક સ્થળો ખુશનુમા બની જવા પામ્યા છે. હાલમાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલની સાથે સર્જાઈ રહેલ ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર સૌંદર્યનાં આહલાદક વાતાવરણની અનુભૂતિ પ્રતીત કરાવી રહી છે વાહન ચાલકો એ હેડ લાઈટ ચાલુ કરી આગળ વધી રહ્યા છે ત્યારે ટ્રાફીક જામ નાં દરશયો જોવા મળયા હતા અને વહિવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન પગલે ટ્રાફીક જામ ભરી ઘમઘમતા કર્યા હતા. ડાંગ જિલ્લામાં કોરોનાની બીજી લહેર હળવી થતા ગિરિમથક સાપુતારા ખાતે કુદરતી સૌંદર્ય અને વરસાદી માહોલને માણવા સહેલાણીઓ નાં ઘોડાપૂર ઉમટી પડતાં છેલ્લા દોઢ વર્ષ પછી હોટલો માં હાઉસ ફુલનાં પાટીયા લટકતા થયા હતા. નાના મોટા વેપારી ઓને નવું જીવતદાન મળતા ખુશી ની લહેર વ્યાપી જવા પામી હતી.