ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે આવેલ બોટોનીકલ ગાર્ડન સ્થાનિક તંત્ર દ્વારા કોવિડ ૧૯ની ગાઇડ લાઇન મુજબ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયુ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): કોરોના મહામારી ને લઇ વધુ સંક્રમણ ન ફેલાઇ તેની તકેદારી ના ભાગ રૂપે ડાંગ જીલ્લામાં પ્રવાસન સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. જેને કારણે ડાંગ જીલ્લા ના પ્રવેશ દ્વાર વઘઇ નજીક આવેલ બોટોનીકલ ગાર્ડન પર પણ તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકાયો હતો. જેને લઈને લોકડાઉન રહેલા બોટોનીકલ ગાર્ડન સહીત જીલ્લામાં પ્રાકૃતિક સૌંદર્ય માણવા આવતા પ્રવાસીઓ એ વિલા મોઢે પર ફરવાનો વારો આવી રહ્યો હતો પણ હાલ સરકાર દ્વારા આપેલી છુટછાટ મુજબ સ્થાનિક તંત્ર એ ડાંગ જીલ્લા માં મોટી સંખ્યા માં પ્રવાસે આવતા સહેલાણીઓ ના હિત ને ધ્યાને રાખી વઘઇ નજીક આવેલા બોટોનીકલ ગાર્ડન ને સ્થાનિક તંત્ર દ્વારા કોવિડ ૧૯ ની ગાઇડલાઇન ને અનુસરી ને ખુલ્લુ કરવાની પરવાનગી મળતા બોટોનીકલ ગાર્ડન ને પ્રવાસી ઓ માટે ખુલ્લુ કરવામાં આવ્યું છે. જેને લઇ સહેલાણીઓ માં આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી. જયારે હાલ ફેલાઇ રહેલા કોરોના સંક્રમણ ને પગલે તકેદારી ના ભાગ રૂપે બોટોનીકલ ગાર્ડન જેવા પ્રવાસન સ્થળો ની મુલાકાતે આવતા પ્રવાસીઓ ને સરકાર ની ગાઇડ લાઇન મુજબ ફરજીયાત માસ્ક પહેરવુ અને સોશિયલ ડીસ્ટનની લક્ષરેખા નુ પાલન કરવા માટે દક્ષિણ ડાંગ વન વિભાગ ના ડિ.એફ.ઓ નિલેશ પંડ્યા દ્વારા જણાવાયું હતું.