નિઝરમાં ખેડુત અને પશુપાલન વિષય ઉપર શિબિર યોજાઈ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : નિઝર તાલુકા મથકે આદિવાસી સાવાઁગી વિકાસ સંઘના કાર્યાલય ખાતે તા. 16/11/2019ના રોજ આદિવાસી ક્રાંતિવીર બિરસામુંડાની જન્મ જયંતીની ઉજવણી ખેડુત અને પશુપાલન વિષય ઉપર માહિતી અને માર્ગદર્શન આપતી શિબિરનું આયોજન કરીને કરવામાં આવી હતી.
બિરસામુંડાની જન્મ જયંતીની સાથે સાથે યોજેલી ખેડુત અને પશુપાલન શિબિરમાં ઉપસ્થિત ગ્રામજનોને ખૂબજ ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હતી. આ કાયૅક્રમમાં ઉપસ્થિત મેહેમાનો ખેતીવાડી શાખાના વિસ્તરણ અધિકારીશ્રી રમેશભાઇ ગામીત અને ગ્રામ સેવક મુકેશભાઇ વળવીએ સરકાર દ્વારા મળતી વિવિધ સહાય/યોજના વિશે તેમજ આધુનિક ખેતી કેવી રીતે કરવાની તેની વિશે વિસ્તૃત માહિતી આપવવામાં આવી હતી. કિશનભાઇ કાથુડએ વારસાઇ બાબતે રજૂ કરવાનાં થતાં કાગળ-પુરાવા અંગે માહિતગાર કર્યા હતાં. આદિવાસી સવાઁગી વિકાસ સંઘ નિઝર ઓફિસના સંચાલકશ્રી યોગેશભાઇ પાડવી અને શક્તિ સંચાલિત કાનુની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર, નિઝરના સંચાલકશ્રી અનિલભાઇ વસાવેએ ઉપસ્થિત મેહેમાનોનો આભર વ્યકત કર્યો હતો. શિબિરનું આયોજન સફળ રીતે કરવવામાં આવ્યું હતું.