વન પ્રદેશ ડાંગ જિલ્લામાં સતત દશ માં દિવસે મેઘરાજા મહેરબાન

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઈ તા. 9   દંડકારણય વન પ્રદેશ ડાંગ જિલ્લામાં સતત દશ  દિવસ થી મેઘરાજા મહેરબાન થતા સમગ્ર વન પ્રદેશ ડાંગ જિલ્લામાં પાણી પાણી થઈ જવા પામ્યુ હતુ વાતાવરણ ઠંડુ ઠંડું કુલ કુલ થઈ જવા પામ્યુ છે અને   વાતાવરણ ખુશનુમ બનતા સહેલાણીઓ  ઉમટી રહયા છે  આનંદ માં  આનંદો સાથે સહેલાણીઓ ઝરમરયો વરસાદ માં ગરમ ભજીયા સાથે ચા ની ચુસ્કી મારતાં નજરે પડતાં હતાં ગુજરાત કી આંખો કા તારા સાપુતારા છોળેકળા એ ખીલી ઉઠતાં  સહેલાણીઓ માટે આકર્ષણ કેન્દ્ર બન્યુ છે

કોરોનાની બીજી લહેર ઓછી થતા કુદરતી સૌંદર્ય અને વરસાદી માહોલને માણવા માટે પ્રવાસન સ્થળ બોટોનીકલ  ગાર્ડન અને ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓ ઘીમી ગતિએ ઉમટી રહયા છે

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે જૂન મહિનાનાં પ્રારંભથી જ મેઘ મહેર છેલ્લા દશ  દિવસ થી યથાવત્ રહેતા સમગ્ર પંથકોનું વાતાવરણ ખુશનુમા બન્યુ છે. ડાંગ જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાની ઋતુનું આગમન થતા આદિવાસી ખેડૂતો ચાલુ વર્ષે વહેલા ખેતીની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે.ડાંગ જિલ્લા માં સતત દશ દિવસ થી   વરસાદી માહોલ જામતા ડાંગ પંથક ની પ્રકૃતિ સોળેકલા એ ખીલી ઉઠી છે  વળી હતી.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે સતત દશ દિવસ થી  વરસાદી માહોલ યથાવત રહેતા અહીના સમગ્ર જોવાલાયક સ્થળો ખુશનુમા બની જવા પામ્યા છે.હાલમાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલની સાથે સર્જાઈ રહેલ ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર સૌંદર્યનાં આહલાદક વાતાવરણની અનુભૂતિ પ્રતીત કરાવી રહી છે વાહન ચાલકો એ હેડ લાઈટ ચાલુ કરી આગળ વધી રહ્યા છે ડાંગ જિલ્લામાં કોરોનાની બીજી લહેર હળવી થતા ગિરિમથક સાપુતારા ખાતે કુદરતી સૌંદર્ય અને વરસાદી માહોલને માણવા સહેલાણીઓ ઘીમી ગતિએ   ઉમટી રહયા છે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other