તાપી જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર સેતુ યોજના અંતર્ગત ૬૩૫૭૩૯૦૩૯૦ ફોન કોલની નિ:શુલ્ક સેવા શરૂ
તાપી જિલ્લાના યુવકો-યુવતી ઘરમાં સુરક્ષિત રહીને રોજગાર કચેરીની વિવિધ સેવાઓનો લાભ ઘરે બેઠા મેળવી શકશે.
………………….
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 08 : હાલમાં કોવીડ-૧૯ના સંક્રમણને કા૨ણે રૂબરૂ સેવાઓનો લાભ લેવો કઠીન છે ત્યારે સરકારશ્રીની વિવિધ સેવાઓના લાભથી જિલ્લાનો કોઈપણ યુવાન વંચિત ના રહે તથા રોજગારવાંછુક યુવક-યુવતીઓ ઘરમાં સુરક્ષિત રહીને રોજગાર કચેરીની વિવિધ સેવાઓ ઘરે બેઠા મેળવી શકે તે ઉદ્દેશ્યથી જીલ્લા રોજગાર કચેરી-તાપી, વ્યારા દ્વારા રોજગાર સેતુ અંતર્ગત ૬૩૫૭૩૯૦૩૯૦ ફોન કોલની નિ:શુલ્ક સેવા શરૂ કરવામાં આવી છે.
રોજગાર સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓ કે રોજગારવાંછુ પોતાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારી મેળવી શકે તે અંગે મહિતી મેળવી શકે છે. રોજગાર કચેરીમાં નામ નોંધણી અંગે, કારકિર્દીને મુંજવતા પ્રશ્નો અંગે, ભરતીવિદેશમાં અભ્યાસ અને રોજગારીની તકો કે પછી સ્વરોજગાર યોજનાઓની માહિતી, વિદેશ રોજગાર અને શિક્ષણનું માર્ગદર્શન જેવી તમામ સેવાઓ અંગેની મહિતી માત્ર એક ફોન કોલ દ્વારા વિનામુલ્યે મેળવી શકે છે.
આ અન્વયે રોજગાર કચેરીના તજજ્ઞ કેરિયર કાઉન્સેલરો પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રોજગાર અધિકારી એન.ડી.ભીલ દ્વારા જિલ્લાના ઉમેદવારો મોટી સંખ્યામાં રોજગાર સેતુ અંતર્ગત ૬૩૫૭૩૯૦૩૯૦ ફોન નંબર પર એક ફોન કરી લાભ લેવા જણાવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦૦