તાપી જિલ્લાના માહિતી વિભાગના કર્મચારીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
Contact News Publisher
દરેક ખુશી કે દુ:ખના પ્રસંગે ઓછામાં ઓછુ એક વૃક્ષ વાવવા અપીલ કરી
…….
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 05:પર્યાવરણની સુરક્ષા માત્ર કોઇ એક-બે વ્યક્તિ કે વિભાગની નહી પરંતું સમગ્ર વિશ્વની જવાબદારી છે. હાલ વાતાવરણમાં અસમતુલા સમગ્ર માનવજાત માટે ચિંતાનો વિષય છે. ૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિન નિમિત્તે તાપી જિલ્લાના માહિતી વિભાગના કર્મચારીઓ દ્વારા સેવાસદન તાપીના કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કરી લોકોને પર્યાવરણની જાળવણી કરવા અને પ્રત્યેક વ્યક્તિને ઓછામાં ઓછુ એક વૃક્ષ દર વર્ષે અને દરેક ખુશી કે દુ:ખના પ્રસંગે રોપવા સંદેશ પાઠવ્યો હતો.
૦૦૦૦૦૦